ભાસ્કર વિશેષ:દરેક શાળામાં સાઈકોલોજિસ્ટ હોવા જોઈએ : નિષ્ણાતો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક સમસ્યાના નિરાકરણ માટે પૂર્ણ દષ્ટિકોણ જરૂરી, કોરોનાને કારણે માનસિક બીમારીઓ વધી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિરીક્ષણ અનુસાર 2021ના આખરમાં 20 ટકા ભારતીયોને માનસિક બીમારી લાગુ થયેલી હશે. 5થી 16 વયવર્ષના 10 ટકા બાળકોને માનસિક બીમારી હોઈ તેમાંથી 70 ટકા બાળકોને કોઈ પણ ઉપચાર મળ્યો નથી. કોરોનાને કારણે માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું છે, એમ સાઈકોલોજિસ્ટ ડો. કેર્સી ચાવડાએ જણાવ્યું હતું.નાના બાળકો અને યુવાનો દેશનું ભવિષ્ય છે. દરેક શાળામાં સાઈકોલોજિસ્ટ હોવા જોઈએ અને માનસિક આરોગ્ય સંબંધે બાળકોને શાળામાંથી જ બોધ આપવો જોઈએ, એમ બોમ્બે સાઈકિયેટ્રિક સોસાયટીના અધ્યક્ષ ડો. અવિનાશ ડિસુઝાએ જણાવ્યું હતું.

મહિલા અને પુરુષો નિરાશાની અલગ અલગ પદ્ધતિઓનો સામનો કરે છે. મહિલાઓની માનસિક સમસ્યા બાબતે સામાજિક, સાંસ્કૃતિક, કાયદા વિષયક અને તબીબી અનેક ઘટક મહત્ત્વનાં છે, એમ માજી અધ્યક્ષા ડો. અનિતા સુખવાણીએ જણાવ્યું હતું.દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક ને ક્યારેક માનસિક સમસ્યાનો સામનો કરે છે, પરંતુ આજે માનસિક બીમારી વધી રહી છે. નાના બાળકો અને વિદ્યાર્થીઓને પણ માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સાઈકોલોજિસ્ટોએ માનસિક સમસ્યાના નિરાકરણ માટે ફક્ત તબીબી દષ્ટિકોણ ન રાખતાં સમગ્ર દષ્ટિકોણ સ્વીકારવો જોઈએ. આ દષ્ટિથી ભારતીય સાહિત્ય, શાસ્ત્ર અને તત્વજ્ઞાનમાંથી નિશ્ચિત જ દિશાદર્શન થઈ શકશે, એમ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ જણાવ્યું હતું.રાજ્યપાલ કોશ્યારીની હાજરીમાં રાજભવન ખાતે માનસિક આરોગ્ય સમસ્યાઃ એક વધતી ચિંતા વિષય પર ચર્ચાસત્રનું આયોજન કરાયું હતું. તે સમયે સાઈકોલોજિસ્ટોને સંબોધન કરતાં તેઓ બોલતા હતા.

ઈન્ટરનેટ- મોબાઈલની અસર
માનસિક આરોગ્ય બાબતે જનજાગૃતિ નિર્માણ કરવાના હેતુથી આયોજિત આ ચર્ચાસત્રનું આયોજન બોમ્બે સાઈકિયાટ્રિક સોસાયટી તરફથી કરવામાં આવ્યું હતું. એક બાજુ દુનિયા તબીબી ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે ત્યારે બીજી બાજુ કોરોના જેવી નવી નવી બીમારીઓ પડકાર તરીકે આગળ આવી રહી છે અને વિકસિત રાષ્ટ્ર પણ તેને લીધે બાધિત થઈ રહ્યા છે. નવા યુગમાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનનો ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ તેમાંથી નાના બાળકોમાં માનસિક તાણતણાવ વધી રહ્યા છે કે કેમ તે તપાસવું જરૂરી છે, એમ રાજ્યપાલે જણાવ્યું હતું.

સાઈકોલોજીની દષ્ટિથી અભ્યાસ
ભગવદગીતાની શરૂઆત નિરાશાથી થાય છે અને પૂર્ણાહુતિ મુક્તિથી થાય છે એમ કહીને સાઈકોલોજિસ્ટોએ શાસ્ત્રો અને તત્વજ્ઞાનનો પણ સાઈકોલોજીની દષ્ટિથી અભ્યાસ કરવો જોઈએ એમ રાજ્યપાલે જણાવ્યું હતું. આ સમયે સિંગાપોરના મુંબઈના વાણિજ્યદૂત મિંગ ફૂંગ, ઈઝરાયલના વાણિજ્યદૂત કોબી શોશાની, હિંદુજા સમૂહના કાર્યકારી ઉપાધ્યક્ષ કર્નલ પ્રભાત સૂદ, ડો. અવિનાશ સુપે, ડો. સંજય કુમાવત હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...