કોર્ટેનો નિર્ણય:સુપ્રીમનો પણ પરમવીરને રાહત આપવાનો ઈનકાર

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ...તો હું ખાડામાંથી બહાર આવીશ: પરમવીર

મુંબઈ અને થાણેના પોલીસ કમિશનર પરમવીર સિંહને ખંડણી કેસમાં બુધવારે મુંબઇની કોર્ટે ભાગેડુ જાહેર કર્યા પછી તેમને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. પરમવીરે તેમની ધરપકડ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે પહેલાં તમારા ઠેકાણા વિશે જણાવો, આ સમયે તમે ક્યાં છો? તે વિના, કથિત ખંડણીના કેસમાં ધરપકડથી રક્ષણ માટેની અરજી પર વિચાર કરાશે નહીં. આ સામે પરમવીરે વકીલ મારફત જવાબ આપ્યો કે “જો મને શ્વાસ લેવા દેવામાં આવશે તો હું ખાડામાંથી બહાર આવીશ.’ સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરમવીર ક્યાં છે તે જણાવો, જે સાથે આ મામલે આગામી સુનાવણી 22 નવેમ્બરે મોકૂફ રાખી છે.

અગાઉ, મુંબઈની કોર્ટે પરમવીર સિંહને ભાગેડુ જાહેર કરવાની મંજૂરી આપી હતી. ત્યાર બાદ હવે મુંબઈ પોલીસ તેમને વોન્ટેડ આરોપી જાહેર કરી શકે છે. નિયમો અનુસાર, જો તેઓ 30 દિવસની અંદર હાડર નહીં થાય તો મુંબઈ પોલીસ તેમની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી શકશે.

મુંબઈની થાણે પોલીસે જુલાઈમાં પરમવીર વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરી હતી. ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે તેમના દ્વારા ભ્રષ્ટાચારના કરાયેલા આરોપોની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલા ચાંદીવાલ પંચ સમક્ષ તેઓ વારંવાર હાજર થવામાં નિષ્ફળ રહ્યા છે. આ પછી તેમને પંચે પહેલા 5, પછી 25 અને પછી 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...