તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનું કલ્પવૃક્ષ સમાન:કોરોનાકાળમાં પણ રત્નો - સોનું મનુષ્ય માટે આશીર્વાદ સમાન

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંજયભાઈ શાહ - Divya Bhaskar
સંજયભાઈ શાહ

કોરોના કાળમાં સોનું કલ્પવૃક્ષ સમાન છે. માનવીનો તે પરાપૂર્વથી સાથી બની રહ્યો છે. રત્નો અને સોનું મનુષ્ય માટે આશીર્વાદ સમાન છે. જ્યોતિષ શાસ્ત્રમાં વિવિધ ધાતુનાં ઘરેણાંના પ્રભાવને જે તે ગ્રહની સાથે જોડવામાં આવ્યો છે. આ પ્રભાવને શરીર અને મનના સ્વાસ્થ્યની સાથે જોડવામાં આવ્યો છે. સરેરાશ રીતે આભૂષણો પહેરવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નાકમાં નથ પહેરવાથી શરદી તથા નાકને લગતા રોગો નિયંત્રણમાં રહે છે, જે સ્ત્રીને પાણીમાં વધુ કામ કરવું પડતું હોય તે નાકમાં નથ પહેરે તો શરદી- કફ ઓછા થાય છે.

કાનમાં બુટી કે લટકણિયા પહેરવાથી આંખ અને જીભના રોગ ઘટે છે. કાનને વચ્ચેથી વીંધવાથી શ્રવણશક્તિ વધે છે. કાનની ઉપરના ભાગને વીંધી તેમાં કડી પહેરવામાં આવે તો માસિક ધર્મ નિયમિત બને છે અને હીસ્ટોરિયા કાબૂમાં રહે છે. કાનના વચ્ચેના ભાગને વીંધી બુટી પહેરવાથી કાનની શોભા વધવા સાથે ગળાનું ટોન્સિલ વધવાની સંભાવના ઘટે છે. ગામડામાં બાવડા ઉપર બાજુબંધ સ્ત્રી અને પુરુષ બંને પહેરે છે. આ ઘરેણું પહેરવાથી હૃદયમાં બળનો સંચાર થાય છે, એમ નાઈન ડીએમના ચેરમેન સંજયભાઈ શાહે જણાવ્યું હતું.

સ્ત્રીઓના લોકેટવાળા હાર ગરદનની નસો ઉપર એવી રીતે દબાણ લાવે છે જેથી આંખની રોશની વધે છે. આવા હાર પહેરવાથી વાણીમાં મધુરતા આવે છે અને કરોડરજ્જુના રોગ થતા નથી. વળી, લોકેટ હૃદય અને મગજને પ્રભાવિત કરે છે. નાના- મોટા અથવા મધ્યમ કદના મંગળસૂત્ર ગળામાં પહેરવાથી પુરુષોની તુલનામાં પરિણીત સ્ત્રીને ગળાનો દુખાવો ઓછો થાય છે. મહિલાઓમાં હૃદયરોગનું પ્રમાણ ઓછું જોવા મળે છે. હાથની પાંચે આંગળીમાં અલગ અલગ નંગની વીંટી પહેરવાથી જુદા જુદા રોગમાં રાહત મળે છે.

હાથના કાંડામાં બ્રેસલેટ બંગડી ચુડી કડા જેવાં આભૂષણ પહેરવાથી શરીરને વાથી થતી પીડામાં, દાંતના દુખાવામાં, છાતીમાં ગભરામણ, અનિદ્રા જેવા રોગોમાં રાહત મળે છે. રક્તાભિસરણ વધે છે અને સ્મરણશક્તિ તેજ થાય છે. પગમાં ઝાંઝર પહેરવાથી શરીરમાં દુખાવામાં રાહત મળે છે અને પાચન શક્તિ વધે છે. પગની આંગળીમાં પહેરવામાં આવતા વીંછીયા સ્વાસ્થ્યમાટે ગુણકારી છે, એમ તેમણે જણાવ્યું હતું.

અગાઉ રાજા- મહારાજાઓ સિંહાસનમાં રત્નો જડાવતા. યુદ્ધનાં હથિયારોમાં ગ્રહના રત્ન જડતા, જેનાથી શત્રુને માત કરી શકાય એવી માન્યતા હતી. આજના માનવીને નોકરી- ધંધામાં પૈસાની, ઘરમાં અને સમાજમાં સુખશાંતિની સમસ્યાઓ નડતી હોય છે. તે સાચા જ્યોતિષની સલાહ લઈને યોગ્ય નંગની વીંટી પહેરે છે. વિવિધ ગ્રહના નંગમાં બહુ તાકાત રહેલી છે. આજે મહામંદીમાં દુનિયાનું ચલણ કરતાં લોકોને સોના પર વધારે વિશ્વાસ છે. સોનું એક સલામત રોકાણ પણ છે.

અન્ય સમાચારો પણ છે...