તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Even During The Current Lockdown, The Thieves Caused A Commotion, More Than 50 Cases Of Vehicle Theft

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ચાલુ લોકડાઉનના સમયમાં પણ વાહનચોરોએ તરખાટ મચાવ્યો, વાહનચોરીના ૨૦ કરતાં વધારે ગુના

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મે મહિનામાં દસ દિવસમાં વાહનચોરીના ૨૦ કરતાં વધારે ગુના

મુંબઈમાં લોકડાઉનમાં બધું જ ઠપ છે ત્યારે વાહનચોરોનો તરખાટ ચાલુ જ છે. એપ્રિલ મહિના પછી મે મહિનામાં પણ વાહનચોરીનું પ્રમાણ વધ્યું છે. પહેલા દસ દિવસમાં જ ૨૦ કરતાં વધારે ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. વાહનચોરીમાં સૌથી વધુ ટુ-વ્હીલર અને રિક્ષાનો સમાવેશ છે. એનો ફટકો મધ્યમવર્ગીય અને ગરીબ વર્ગના લોકોને પડી રહ્યો છે. લોકડાઉનને લીધે સાંજ પછી મુંબઈના રસ્તાઓ પર શાંતિ હોય છે. આ સમયમાં અન્ય ગુનાઓ ઓછા થાય છે પણ વાહનચોરો રસ્તા નિર્જન હોવાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. 
વિલેપાર્લે ખાતેના રિક્ષાચાલક રમેશ સિંઘની રિક્ષા પણ સાંતાક્રુઝ પરિસરમાંથી ચોરી
સાંતાક્રુઝ ખાતે રહેતો રિક્ષાચાલક સર્વજીત ગૌતમે ૮ મેના જુહુ કોળીવાડાના મિત્તલ હાઉસ સામેની ફૂટપાથ પર રિક્ષા ઊભી કરી હતી. લોકડાઉનને લીધે પ્રવાસી પરિવહન બંધ હોવાથી બીજા દિવસે રિક્ષા બરાબર છે કે નહીં એ જોવા ગયો ત્યારે પાર્ક થયેલા ઠેકાણે રિક્ષા દેખાઈ નહીં. તેથી ગૌતમે રિક્ષા ચોરી થયાની ફરિયાદ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સાંતાક્રુઝમાં જ ગજધર બાંધ ખાતે રહેતો સંતોષ પારદુળેના માલિકીની રિક્ષા ચોરી થઈ હતી. એણે અજય યાદવ નામના ચાલકને રિક્ષા ભાડે ચલાવવા આપી હતી. લોકડાઉન હોવાથી અજયે ૨૨ માર્ચના સર વિઠ્ઠલદાસ નગર ખાતે રિક્ષા પાર્ક કરી હતી. જોકે રિક્ષા ગાયબ થવાથી સાંતાક્રુઝપોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. વિલેપાર્લે ખાતેના રિક્ષાચાલક રમેશ સિંઘની રિક્ષા પણ સાંતાક્રુઝ પરિસરમાંથી ચોરી થઈ હતી. સાંતાક્રુઝની જેમ અંધેરીના આંબોલી ખાતે રસ્તાની કોરે પાર્ક કરવામાં આવેલી રિક્ષા પણ ચોરી થઈ હતી. 
ટુવ્હીલરના સ્પેર પાર્ટ્સ ચોરી
અત્યાવશ્યક સેવા બાકાત રાખીને અત્યારે તમામ દુકાનો બંધ હોવાથી વાહનમાં ખરાબી થાય તો છૂટા ભાગ મળવા મુશ્કેલ છે. એવામાં વડાલા એન્ટોપ હિલ ખાતે રહેતા તુષાર માથુરની ટુવ્હીલરના સ્પેર પાર્ટ્સ કાઢીને ચોરી કરવામાં આવ્યા. બિલ્ડિંગ નજીક પાર્ક કરવામાં આવેલા ટુવ્હીલરના મોટા ભાગના સ્પેર પાર્ટસ માર્ચથી મે મહિનાના વચ્ચે ચોરી થયાની ફરિયાદ માથુરે વડાલા ટ્રક ટર્મિનસ પોલીસ સ્ટેશનમાં કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો