તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:બીજી યાદી પછી પણ ધો.11માં પ્રવેશ માટે 83 હજાર વિદ્યાર્થીઓ પ્રતિક્ષામાં

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફાળવાયેલી કોલેજમાં પ્રવેશ ન લેનારા વિદ્યાર્થીઓને ફરી પ્રવેશની તક

અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે ઓનલાઈન બીજી ગુણવત્તા યાદી જાહેર થઈ હતી. આ યાદી માટે અરજી કરનાર કુલ 1,58,810 વિદ્યાર્થીઓમાંથી 76,231 વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામાં આવી છે. જો કે હજી 82,579 વિદ્યાર્થીઓ પ્રવેશ મળે એની રાહ જોઈ રહ્યા છે. 20,371 વિદ્યાર્થીઓને પ્રથમ પસંદગીની કોલેજ મળી છે અને હવે તેમના માટે સંબંધિત કોલેજમાં પ્રવેશ લેવો ફરજિયાત છે. આ વિદ્યાર્થીઓ પ્રવેશ નહીં લે તો આગળની ગુણવત્તા યાદીમાં સ્થાન નહીં મળે પણ તેમને વિશેષ ફેરીમાં પ્રવેશની તક મળશે.

મુંબઈની કેટલીક કોલેજોની દ્વિતિય અને પ્રથમ પ્રવેશ યાદીમાં ઝાઝો ફરક જોવા મળ્યો નથી. કેટલીક કોલેજોના કટઓફ્ફ્ માર્ક્સમાં ફેરફાર થયો નથી જ્યારે કેટલીક કોલેજોના કટઓફ્ફ માર્કસમાં બે કે ત્રણ માર્કનો જ ફરક પડ્યો છે. બીજી યાદી માટે મરાઠા અનામત ન હોવાથી વિદ્યાર્થીઓએ જાહેર પ્રવર્ગમાંથી અરજી કરવી પડી. બીજી યાદી માટે અરજી કરનારા અને પ્રવેશ મેળવનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ જાહેર પ્રવર્ગના છે. આ પ્રવર્ગમાંથી 1,30, 489 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી જેમાંથી 58,547 વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો