• Gujarati News
  • Local
  • Mumbai
  • Even After 74 Years Of Independence, There Is Still A Shortage Of More Than 2000 Health Centers In The State

સમસ્યા:આઝાદીના 74 વર્ષ પછી પણ રાજ્યમાં 2000થી વધુ આરોગ્ય કેન્દ્રની અછત

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 વર્ષ પૂર્વે પ્લાન રજૂ કરવા છતાં ધ્યાન અપાયું નથી

બૃહદ પ્લાન અનુસાર 30,000 લોકસંખ્યા માટે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આવશ્યકતા છે. જોકે હાલમાં મહારાષ્ટ્રમાં 66 હજાર 152 લોકસંખ્યામાં 1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. આ મુજબ રાજ્યમાં વધુ 2 હજાર 184 પ્રાથમિક આરોગ્યની જરૂર છે. મહારાષ્ટ્રમાં હાલની સ્થિતિમાં 1814 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે.

રાજ્ય વિધાનમંડળના સત્રમાં વિધાન પરિષદમાં એક સૂચના સામે આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ આપેલા ઉત્તરમાંથી મહારાષ્ટ્રમાં આરોગ્યસેવાની કેટલી વિકટ પરિસ્થિતિ છે તે બહાર આવ્યું છે. ખાસ કરીને લોકસંખ્યા અનુસાર મહારાટ્રમાં આરોગ્યસેવાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે વિશે આરોગ્ય કમિશનરેટે વર્ષ 2014માં સરકાર પાસે પ્લાન રજૂ કર્યો હતો. જોકે તેની તરફ સરકારે દુર્લક્ષ કર્યું છે. કોરોનાના સંકટમાં રાજ્યની આરોગ્ય યંત્રણા પર આવેલા તાણને લીધે સરકાર જાગી હોઈ 30 એપ્રિલ, 2021ના દિવસે આરોગ્યસેવાની યંત્રસામગ્રી, ઉપકરણો, મનુષ્યબળ, ઈમારતોનું બાંધકામ વગેરે માટે સરકાર પાસેથી આદેશ જારી કરવામાં આવ્યો હતો.

રાજ્યની આરોગ્યસેવામાં યંત્રસામગ્રી, ઉપકરણો, મનુષ્યબળ, ઈમારતોનું બાંધકામ વગેરે કામો માટે 7 હજાર 467 કરોડ રૂપિયાની આવશ્યકતા છે. 30 એપ્રિલ, 2021ના જારી આદેશ અનુસાર સરકારે 5 હજાર 177 કરોડ કરજ એશિયા વિકાસ બેન્ક પાસેથી લેવાની માન્યતા આપી છે. આ સાથે આરોગ્યસેવા વિશે ચાલુ નવાં બાંધકામ માટે હુડકો સપાસેથી 3 હજાર 994 કરોડનું કરજ લેવાની પણ સરકારે માન્યતા આપી છે. એપ્રિલ 2021માં આ બંને પ્રસ્તાવોને મંત્રીમંડળે માન્યતા આપી છે. જોકે આઠ મહિના પછી પણ આ વિશે કાર્યવાહી ચાલુ છે, એવી માહિત ટોપેએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...