તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની ગંભીર બેદરકારી:આદેશના એક મહિના પછી પણ રાજ્યમાં 308 હોસ્પિટલોનું અગ્નિપરીક્ષણ થયું નથી

મુંબઇ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજ્યના આરોગ્ય વિભાગની તમામ હોસ્પિટલોનું તરત અગ્નિપરીક્ષણ કરવાનો આદેશ જારી કરીને એક મહિનો વીતી જવા છતાં હજી 308 હોસ્પિટલોનું અગ્નિપરીક્ષણ થયું નથી.ભંડારા જિલ્લા હોસ્પિટલમાં નવજાત આઈસીયુમાં લાગેલી આગામાં 10 શિશુઓના ગુંગળાઈને મૃત્યુ થયા પછી આરોગ્ય વિભાગે પોતાના અખત્યાર હેઠળની તમામ હોસ્પિટલોનું અગ્નિપરીક્ષણ કરવાનો આદેશ જારી કર્યો હતો.

આરોગ્ય વિભાગની રાજ્યમાં 512 હોસ્પિટલો છે જેમાં જિલ્લા હોસ્પિટલો, ઉપજિલ્લા હોસ્પિટલો, ગ્રામીણ હોસ્પિટલો, મહિલા હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો તેમ જ માનસિક હોસ્પિટલોનો સમાવેશ છે. છેલ્લા એક મહિનામાં ફક્ત 204 હોસ્પિટલોનું અગ્નિપરીક્ષણ થયું છે અને હજી 308 હોસ્પિટલોનું અગ્નિપરીક્ષણ જ થયું નથી. મોટા ભાગની જિલ્લા અને ગ્રામીણ હોસ્પિટલો જૂની છે અને હાલના અગ્નિસુરક્ષા ધોરણોનો વિચાર કરીએ તો ત્યાં દાદરાની લંબાઈ 3 મીટર જેટલી નથી. તેમ જ મોટા ભાગની હોસ્પિટલો અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યા હોવાથી માન્યતા પ્રાપ્ત નકશાઓ મળતા નથી.

થાણે મેન્ટલ હોસ્પિટલમાં 12 ઈમારતો જોખમી
થાણે મેન્ટલ હોસ્પિટલમાં પુરુષો અને મહિલા માનસિક રોગીઓની 12 ઈમારતો જોખમકારક હોવાનો અહેવાલ સાર્વજનિક બાંધકામ વિભાગે આપ્યો છે. આ ઠેકાણેના તમામ માનસિક રોગીઓને બીજે ઠેકાણે ખસેડવાની ભલામણ બાંધકામ વિભાગે કરી છે. થાણે મેન્ટલ હોસ્પિટલનું અગ્નિપરીક્ષણ થયું નથી. આવી જ પરિસ્થિતિ આરોગ્ય વિભાગની અન્ય કેટલીક હોસ્પિટલોમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો