તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મીઠી નદી પર તરતા કચરો કાઢવાનું યંત્ર સુસજ્જ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાધુનિક ઉપકરણના વિકાસ માટે હુતામાકીનું 6,00,000 યુરોનું યોગદાન

મીઠી નદીમાંથી કચરો અને ગાર ભેગો થવાની સમસ્યા ઉકેલવા માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કચરો સંકલન યંત્ર કાર્યરત કરવામાં આવ્યું હોઈ તેના દ્વારા નદી પર તરતા કચરાનો નિકાલ લાવવામાં આવશે. ફિનલેન્ડની કંપની ક્લીનટેક સ્ટાર્ટઅપ રિવરસાઈકલે આ યંત્રનો શોધ લગાવ્યો છે. નદીમાંથી કચરો ઊંચકવાના પ્રથમ પ્રયાસને વાચા આપવા માટે દુનિયાભરના ગ્રાહકોને ઉત્કૃષ્ટ પેકેજિંગ સુવિધા પ્રદાન કરનાર ઉદ્યોગ ક્ષેત્રની કંપની હુતામાકીએ આર્થિક મદદ તરીકે પ્રકલ્પ માટે 6,00,000 યુરોનું યોગદાન આપ્યું છે.

આ સહયોગથી એક નમૂનારૂપી કચરો સંકલક બનાવવામાં આવ્યું અને તેનું ફિનલેન્ડમાં પરીક્ષણ કરવામાં આવ્યું, જે પછી મુંબઈમાં લાવીને તેની બાંધણી કરવામાં આવી છે, જે આગામી 12 મહિના સુધી નદીમાંથી ગાર કાઢવાનું કામ કરશે.હુતામાકીએ આ ટેકનોલોજી વિકસાવવા માટે રિવરરિસાઈકલ અને વીટીટી સાથે સંયુક્ત ભાગીદારી કરી છે. નવી ટેકનોલોજીથી નદીમાંથી કચરો સંકલન કરનારું યંત્ર હવે મીઠી નદી પર કાર્યરત કરવામાં આવ્યું છે.

મીઠી નદી પ્રકલ્પનો અમલ યુએનટીઆઈએલ (જેને હવે યુએન ગ્લોબલ પલ્સ તરીકે ઓળખવામાં આવે છે), વીટીટી ટેક્નિકલ રિસર્ચ સેન્ટર ઓફ ફિનલેન્ડ લિ., રિવર રિસાઈકલ અને અર્થ-5-આર એમ ભારતની પર્યાવરણીય ઝુંબેશમાં સક્રિય સંસ્થાઓના વૈશ્વિક સ્તરે સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યો છે. હુતામાકીએ આપેલા યોગદાનથી એખ વર્ષ રિવર ક્લીનર ચાલુ કરવાથી લઈને સેટઅપ કરતી વખતે અને કાર્યરત રાખવામાં આવે ત્યારે કચરાનો અસરકારક રીતે નિકાલ કરવા અને હકારાત્મક પરિવર્તન લાવવા માટે પુનઃઉપયોગ કરવાની કુશળતા પર અનુભવ લાવવા કાર્યશાળા આયોજિત કરવા માટે વાપરવામાં આવ્યું છે.

આ પ્રકલ્પમાં વીટીટી ટેક્નિકલ રિસર્ચ સેન્ટર ઓફ ફિનલેન્ડના તરતા કચરા અને મોસમ અનુસાર સ્વચ્છતા કાર્યમાં વધુમાં વધુ સુધારણા કરવાની બાબતમાં પણ માહિતી પ્રદાન કરે છે, જેને લીધે ભવિષ્યમાં સફાઈનાં કાર્યો અને પુનઃઉપયોગ પ્રક્રિયા પણ સુધરે છે, એમ ફ્લેક્સિબલ પેજેજિંગ વિભાગના એમડી સુદીપ માળીએ જણાવ્યું હતું.

પ્રકલ્પમાં શું સમાવિષ્ટ છે
આ પ્રકલ્પમાં પ્લાસ્ટિક કચરો સંકલિત કરીને સ્થાયી વિકાસને ગતિ મળે છે. આ સાથે સ્થાનિક સમાજને જ્ઞાન અને ઉપજીવિકા સાધન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...