તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કોવિડનો સામનો કરવા નૌકાદળ સ્થાનિક પ્રશાસનને સહાય કરવા સજ્જ

મુંબઈ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુદ્ધજહાજો હેઠળની ત્રણ હોસ્પિટલોને ઓક્સિજન બેડ્સ સાથે તૈયાર રખાઈ છે

કોવિડ-19ના વધતા કેસોને લઈને હોસ્પિટલની સુવિધાઓ અને ઓક્સિજન સપોર્ટેડ બેડ્સની અછત વર્તાઈ રહી છે તેને ધ્યાનમાં લેતાં નૌકાદળ પણ તેનાં ત્રણ યુદ્ધજહાજો હેઠળની ત્રણ નેવલ હોસ્પિટલો સાથે સ્થાનિક પ્રશાસનને સહાય કરવા માટે સુસજ્જ છે. મુંબઈમાં આઈએનએચએસ સંધની, ગોવામાં જીવંતી અને કારવારમાં પતંજલી અમુક કોવિડ ઓક્સિજન બેડ્સ સાથે તૈયાર રાખવામાં આવી છે.ખાસ કરીને મુંબઈમાંથી શ્રમિકો તેમના વતન જવા મજબૂર નહીં બને તે માટે નેવલ સંકુલોની અંદર મૂળભબત સુવિધાઓ પૂરી પાડવાની તૈયારી કરવામાં આવી છે.

સ્થાનિક પ્રશાસન સાથે નેવલ પ્રશાસન સતત સંપર્કમાં છે. મુંબઈમાં આઈએનએચએસ અશ્વિનીમાં બેટલ ફિલ્ડ નર્સિંગ આસિસ્ટન્ટ્સ તરીકે તાલીમબદ્ધ મેડિકલ અને નોન- મેડિકલ કર્મચારીઓને સૂચના મળતાં જ હાજર થાય તે માટે ટીમો તૈયાર કરવામાં આવી છે, જે નિર્દેશ મળતાં જ દેશના અલગ અલગ ભાગમાં કોવિડ કેર સેન્ટરમાં સેવા આપશે.કારવાર ખાતે 1500 શ્રમિકોને જરૂરી ચીજો, રેશન, મૂળભૂત આરોગ્ય સંભાળ આપવાની વ્યવસ્થા કરાઈ છે. જો આવશ્યકતા પડે તો ગયા વર્ષે સિવિલિયન કોવિડ-19 પોઝિટિવ દર્દીઓનો ઉપચાર કરનારી સશસ્ત્ર બળોની પ્રથમ હોસ્પિટલ આઈએનએચએસ પતંજલીને પણ દર્દીઓની સારવાર માટે તૈયાર રાખવામાં આવી છે.

ગોવામાં નેવલ ટીમોએ કોવિડની પ્રથમ લહેરમાં સ્થાપેલા કોમ્યુનિટી કિચન જરૂર પડે ત્યારે ફરીથી સેવા આપવા તૈયાર છે. આઈએનએચએસ જીવંતી, ગોવા ખાતે સિવિલિયન માટે અમુક ઓક્સિજન બેડની વ્યવસ્થા છે ત્યારે સ્થાનિક પ્રશાસનની વિનંતી આવવા પર મર્યાદિત માત્રામાં સિવિલ હોસ્પિટલોને ઓક્સિજન આપવાની જોગવાઈની પણ તપાસ કરી રહી છે.જરૂર પડ્યે રસી પણ આપવા તૈયાર : ગુજરાત નેવલ એરિયામાં મેડિકલ સ્ટોર્સ- ઈક્વિપમેન્ટના પરિવહન માટે મદદ આપવા સાથે ગરીબો માટે કોમ્યુનિટી કિચન સ્થાપી રહી છે જ્યારે અન્ય ટેક્નિકલ સહાય કરવા પણ તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો