ભાસ્કર વિશેષ:રાજ્યવ્યાપી ઉદ્યોમિતા યાત્રાથી વેપાર સાહસિકો તાલીમબદ્ધ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર 2022 સુધી મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાં 4000 વેપાર સાહસિકો નિર્માણ કરવાનું લક્ષ્ય

મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં નવા સ્ટાર્ટઅપ્સ અને માઈક્રો- બિઝનેસ સાથે નવું જીવન શરૂ કરવા વેપાર સાહસિકો નિર્માણ કરવા અને હજારો નાગરિકોને તકો પૂરી પાડવા માટે યુથએઈડ ફાઉન્ડેશન દ્વારા રાજ્યવ્યાપી ઉદ્યમિતા યાત્રા રજૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારના કુશળતા વિકાસ, રોજગાર, વેપાર સાહસિકતા અને નાવીન્યતાના સન્માનનીય મંત્રી શ્રી રાજેશ ટોપે દ્વારા વિધાન ભવનથી રાજ્યવ્યાપી ઉદ્યમિતા યાત્રા બસને લીલી ઝંડી બતાવવામાં આવી હતી, જે આગામી 40 દિવસમાં મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાં પ્રવાસ કરશે.

રાજ્યવ્યાપી ઉદ્યમિતા યાત્રા યુથએઈડ ફાઉન્ડેશન દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય કુશળતા વિકાસ, રોજગાર અને વેપાર સાહસિકતા વિકાસ સમાજ અને મહારાષ્ટ્રના અલગ અલગ ભાગની અન્ય સમવિચારી એનજીઓ સાથે સહયોગમાં આયોજન કરાઈ છે.રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે “કોવિડ-19 મહામારીએ ઘણી બધી શહેરી, ગ્રામીણ અને આદિવાસી ગરીબ વસતિઓની આજીવિકામાં અવરોધ પેદા કર્યો છે. આથી આવા લોકો વેપાર પ્રવૃત્તિ ફરીથી શરૂ કરી શકે અને તેમાં નવો પ્રાણ ફૂંકી શકે તે માટે તકો નિર્માણ કરીને તેમને મદદરૂપ થવાની અમારી કટિબદ્ધતા છે.

આગામી 40 દિવસ માટે આ યાત્રા 36 જિલ્લાઓમાં ચાલીને ખરેખર યોગ્ય આજીવિકાના વિકલ્પોની જરૂરત ધરાવતા લોકો સુધી રાજ્યવ્યાપી પહોંચવાની ખાતરી રાખશે.” યુથએઈડ ફાઉન્ડેશનના સ્થાપક મેથ્યુ માતમે જણાવ્યું હતું કે, “ફાઉન્ડેશનના ટ્રેનરો 36 જિલ્લાને આવરી લેતાં 4000 કિલોમીટર પ્રવાસમાં સંપૂર્ણ માર્ગમાં 4000 વેપાર સાહસિકોને મળશે અને તાલીમ આપશે. તેઓ આ યાત્રા દરમિયાન 40,000થી વધુ લોકોને પણ મળશે અને માઈક્રો- બિઝનેસ શરૂ કરવા તાલીમ આપશે, વેપાર સાહસિકતા પર સ્કૂલો અને કોલેજોમાં જાગૃતિ અને આઈડિયા હોય પરંતુ તેમની પોતાની વેપાર નાવીન્યતાઓ શરૂ કરવા આગળ વધી નહીં શકતા હોય તેમની સાથે વાર્તાલાપ કરશે અને લોકોમાં વેપાર સાહસિકતા વિચારધારા પણ નિર્માણ કરશે.”

ત્રણ દિવસનો વેપાર સાહસિકતા કાર્યક્રમ : રાજ્યવ્યાપી ઉદ્યમિતા યાત્રાના ભાગરૂપે દરેક જિલ્લામાં ત્રણ દિવસનો વેપાર સાહસિકતા તાલીમ કાર્યક્રમ હશે. યુથએઈડ ફાઉન્ડેશન સર્વ 36 જિલ્લામાં ડિસેમ્બરના અંત સુધી સરકારી યોજનાઓ વિશે કાનૂની અભિમુખતાઓ અને માહિતી માટે ટેકો આપશે અને તાલીમ પૂરી કર્યા પછી તે યોજનાઓ વેપાર સાહસિકો સાથે લિંક કરશે અને 4000 માઈક્રો- બિઝનેસ શરૂ કરવા માર્કેટિંગ ટેકો પણ આપશે. રાજ્યવ્યાપી ઉદ્યમિતા યાત્રા પૂરી કર્યા પછી તાલીમબદ્ધ વેપાર સાહસિકોને યુથએઈડ ફાઉન્ડેશન પાસેથી ટેકો પ્રાપ્ત થવાનું ચાલુ રહેશે, જે સ્થાનિક સ્તરે સ્વરોજગારી નિર્માણ કરવામાં મદદરૂપ થશે અને આ રીતે ગામડાંથી શહેરોમાં હિજરત કરવાનું ઓછું થશે.

2030 સુધી 1 મિલિયન વેપાર સાહસિક
આ યાત્રા સ્થાનિક વેપાર સાહસિકો, વેપારો અને સ્થાનિક બજારોને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. યાત્રા યુવાનોમાં વેપાર સાહસિકતા વિચારધારા નિર્માણ કરવા તેમના સુધી પહોંચશે, જેથી તેઓ નોકરી ચાહનારા નહીં પણ નોકરી નિર્માણ કરનારા બની શકે. આ યાત્રા 2030 સુધી 1 મિલિયન વેપાર સાહસિકો સુધી પહોંચવાના ફાઉન્ડેશનના વિશાળ લક્ષ્યનો ભાગ બનશે, એમ શ્રી માતમે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...