તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બોરીવલી નેશનલ પાર્કમાં 200 હેક્ટરથી વધુ જગ્યામાં અતિક્રમણ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ગંભીર સમસ્યા તરફ તુરંત ધ્યાન આપવા વનશક્તિ સંસ્થાનો મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર

બોરીવલી નેશનલ પાર્કમાં અતિક્રમણ વધી રહ્યું છે. પાર્કમાં 200 હેક્ટરથી વધુ જગ્યા પર અતિક્રમણ થયું છે. તે વધે નહીં એ માટે વનશક્તિ સંસ્થા દ્વારા હવે ઉદ્ધવ ઠાકરેને તુરંત ધ્યાન આપવા માટે વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો છે. પાર્કની જગ્યામાં દિવસે દિવસે અતિક્રમણ વધી રહ્યું છે. હાલમાં 200 એકરથી વધુ જગ્યામાં અતિક્રમણ થયું છે. આ જગ્યામાં 25થી 30 હજાર અનધિકૃત ઝૂંપડાંઓ ફૂટી નીકળ્યાં છે. પાર્કમાં અતિક્રમણ હટાવવાનો નિર્દેશ મુંબઈ હાઈ કોર્ટે વર્ષો પૂર્વે આપ્યા હતા. જોકે છેલ્લાં 20 વર્ષમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ઊલટું, અતિક્રમણ વધતું ગયું છે.

આથી હવે સીધા ઠાકરેને જ મધ્યસ્થી કરવા માટે આ પર્યાવરણપ્રેમી સંસ્થાએ પત્ર લખ્યો છે.અતિક્રમણ વધવાથી ઉદ્યાનની હદમાં મોટા ઝૂંપડપટ્ટી સમૂહ દેખાય છે. દામુનગર કાંદિવલી, આકુર્લી, પોઈસર, યેઉર, થાણે, મુલુંડ વગેરે ક્ષેત્રમાં ઝૂંપડપટ્ટીઓ વધી રહી છે. લોકડાઉનમાં પણ સાઈ બાંગોડા નજીક 100 એકર જમીન અતિક્રમણને લીધે નષ્ટ થઈ ચૂકી છે. અનેક વાર અતિક્રમણ હટાવવા માટે ગયેલા વન વિભાગના કર્મચારીઓ પર હુમલા થાય છે, જ્યારે અમુક વાર વિનયભંગની ખોટી ફરિયાદોમાં અટકાવવામાં આવે છે.

અમુક પ્રકરણમાં તો મહિલાઓને આગળ કરીને માર્ગ અટકાવવા માટે અને કર્મચારીઓ પર હુમલો કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓને મોકલવાં આવે છે. આથી અધિકારીઓ નિઃસહાય થઈ ગયા છે. વન વિભાગની અતિક્રમણ હટાવ ઝુંબેશ માટે સ્થાનિક પોલીસ પૂરતી મહિલા કર્મચારીઓ મોકલતી નથી એવું ધ્યાન પત્રમાં દોરવામાં આવ્યું છે. સુરક્ષા દીવાલ બાંધવાની માગણી : પાર્ક વિસ્તારમાં આદિવાસી કુટુંબોને બાદ કરીએ તો 30,000 અનધિકૃત ઘરો હોઈ તેમાં 75,000થી વધુ લોકો મુકામ કરી રહ્યા છે. ઉપરાંત અનેક ઠેકાણે ધાર્મિક સ્થળ ઊભાં કરાયાં છે. આથી અધિકારીઓ પર કાર્યવાહી કરી શકાતી નથી.

ઉપરાંત આટલા મોટા પાયા પર લોકોનું પુનર્વસન કરવું પણ શક્ય નથી. આ ધ્યાનમાં લેતાં કમસેકમ પાર્કને અડીને આવેલા આશરે 210 હેક્ટર હરિત પટ્ટાને અતિક્રમણથી સુરક્ષિત કરવાનું જરૂરી છે, તેની ફરતે સુરક્ષા દીવાલ બાંધવી જોઈએ, એવી માગણી કરવામાં આવી છે. પાર્ક પરિસરમાં હરિત પટ્ટા : હાલમાં પવારનગર થાણે ક્ષેત્રમાં 29 હેક્ટર હરિત પટ્ટો છે. આ જ રીતે વિહાર તળાવ 15 હેક્ટર, ન્યૂ મ્હાડા કોલોની ગોરેગાવ 85 હેક્ટર, મલાડ 2 હેક્ટર, કાંદિવલી 25 હેક્ટર, દહિસર 8 હેક્ટર, ધારખાડી, દહિસર પૂર્વ 25 હેક્ટર, માશા ચાપાડા મીરા રોડ 21 હેક્ટર હરિત પટ્ટાનો સમાવેશ થાયછે.

અન્ય સમાચારો પણ છે...