તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:ગર્ભવતી મહિલાઓની મદદ માટે હૌસલા ઉપક્રમ, વિકટ પરિસ્થતિમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવશે

મુંબઇ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં અને દેશમાં લોકડાઉન લાગુ થયાને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન અનેક લોકોને અનેક અડચણોનો સામનો કરવો પડ્યો છે. એમાં કોરોનાના સંકટમાં કેટલીક ગર્ભવતી મહિલાઓની સમયસર વાહન કે એમ્બ્યુલન્સ ન મળવાથી હોસ્પિટલમાં પહોંચવા પહેલાં જ પ્રસુતિ થઈ ગઈ. તેથી આવી વિકટ પરિસ્થિતિમાં ગર્ભવતી મહિલાઓને મદદ કરવા હૌસલા ઉપક્રમ રાજ્યમાં કેટલાક ડોકટરો અને સ્વયંસેવકોએ મળીને શરૂ કર્યો છે.  લોકડાઉનમાં અનેક બાબતો સમય પર ઉપલબ્ધ થવી મુશ્કેલ થયું છે. એમાં અનેક ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં પહોંચવા માટે વાહન, એમ્બ્યુલન્સ ન મળવાથી ક્યારેક રસ્તામાં તો ક્યારેક ઘરે જ પ્રસુતિ થઈ જવાના અનેક કિસ્સા છેલ્લા થોડા દિવસમાં પ્રકાશમાં આવ્યા છે. તેથી આપણે તેમને હોસ્પિટલમાં પહોંચાડવા માટે કંઈક કરવું જોઈએ એ સંકલ્પનામાંથી પિંપરી-ચિંચવડ સરકારી હોસ્પિટલમાં કામ કરતા ડોકટર રાહુલ ઈંગળે અને તેના સાથીદારોએ મળીને હૌસલા ઉપક્રમ શરૂ કર્યો. એમાં ગર્ભવતી મહિલાને પ્રસુતિ માટે હોસ્પિટલમાં પહોંચાડી એની સારવાર કરવી એમ નક્કી કર્યું. જ્યારે કોરોનાના સંકટમાં આ રીતે ૨૪ કલાક કામ કરવાનું નક્કી કર્યું ત્યારે એણે એક ફેસબુક પેજ દ્વારા જેને આ ઉપક્રમમાં કામ કરવું છે તેમને #yehhausala પોસ્ટ કરવાનું જણાવ્યું. છેલ્લા બે અઠવાડિયાથી આ ઉપક્રમમાં અનેક લોકોએ સહભાગ લીધો છે. લગભગ ૫૦૦ મહિલા અને પુરુષ સ્વયંસેવક રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મદદ માટે આગળ આવ્યા છે. આ તમામ પ્રતિસાદ જોતા રાજ્યના ૬ વિભાગ અનુસાર વોટ્સએપ ગ્રુપ તૈયાર કરીને નજીકની ગર્ભવતી મહિલાને દવાખાનામાં પહોંચાડવાનું કામ કરવામાં આવે છે.  પુણે, ઔરંગાબાદ, અમરાવતી, નાગપુર, લાતુર એમ ૬ વિભાગોમાં આ ટીમ વિભાજિત કરવામાં આવી. ગયા અઠવાડિયે ૧૫ ગર્ભવતી મહિલાઓની મદદ આ બધાએ કરી છે. અનેક ઠેકાણે ગામડામાં, તાલુકામાં લોકડાઉનને કારણે રસ્તા બંધ છે. આવા ઠેકાણે મેડિકલ મદદ તેમના માટે અત્યંત મહત્વની બની છે. આ રીતે કોરોનાના સંકટમાં લોકડાઉન અને એમાંય ગર્ભવતી મહિલાઓને થતો ત્રાસ, તેમના જીવને જોખમ ઓછું કરવા સમયસર સારવાર અને હોસ્પિટલમાં પ્રસુતિ થાય એ માટે શરૂ કરેલી આ મદદ અનેક માટે જીંદગીભર ન ભૂલાય એવી  બની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો