તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાયકને રાહત:એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ દયા નાયકના ટ્રાન્સફર પર સ્ટે અપાયો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંદિયાની મેટ કોર્ટે ટ્રાન્સફર વિરુદ્ધ કરવામાં અાવેલી અરજી પર નાયકને રાહત આપી

છેલ્લા થોડા દિવસથી મુંબઈ પોલીસ દળમાં ટ્રાન્સફર કરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલાં મુંબઈ પોલીસ દળના 7 પોલીસ નિરીક્ષકની બદલીઓ કરવામાં આવી હતી. એમાં દયા નાયકના નામનો પણ સમાવેશ હતો. દયા નાયકની બદલી ગોંદિયામાં કરવામાં આવી હતી. જોકે એના વિરુદ્ધ દયાએ મેટ કોર્ટમાં દાદ માગી હતી. મેટ કોર્ટ દ્વારા દયા નાયકને રાહત આપવામાં આવી હતી અને એની બદલી પર કોર્ટે સ્ટે આપ્યો હતો. થોડા દિવસ પહેલાં મુંબઈ પોલીસ દળના પોલીસ નિરીક્ષક નંદકુમાર ગોપાળે, દયા નાયક, રાજકુમાર કોથમિરે, સચિન કદમ, કેદારી પવાર, સુધીર દળવી, નિતીન ઠાકરે જેવા અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.

આ બદલીઓ રાબેતા મુજબની નહોતી. પરમવીર સિંહ અને દેવેન ભારતીના માનીતા અધિકારીઓ છે એટલે આ તમામ અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાની ચર્ચા હળવા સાદે મુંબઈ પોલીસ દળમાં સંભળાઈ રહી છે. દયા નાયકની ઓળખ એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ તરીકે છે. દયા નાયકે અનેક ગુનેગારોની પકડ્યા છે અને એન્કાઉન્ટર પણ કર્યા છે. જોકે વરિષ્ઠોના માનીતા અધિકારી તરીકે તેની બદલી ગોંદિયામાં કરવામાં આવી હતી. તેથી દયા નાયકે મેટ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

પોલીસની ખરડાયેલી છબીને સુધારવા પ્રયાસ
મુંબઈ પોલીસ કમિશનરનો પદભાર સંભાળતા જ હેમંત નગરાળેએ મુંબઈ ગુના શાખાના 65 અધિકારીઓની બદલી કરી હતી. એ પછી આવનારા દિવસોમાં મુંબઈ પોલીસ દળમાં હજી મોટા પ્રમાણમાં બદલીઓ થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. સચિન વાઝે પ્રકરણને લીધે મુંબઈ પોલીસ દળની છબી ખરડાઈ હતી. આ ખરડાયેલી છબીને સુધારવાની જવાબદારી હેમંત નગરાળેએ લેતા આ બદલીઓ કરી એવી ચર્ચા ચાલુ છે.

સંજય પાંડેનો પત્ર
પરમવીર સિંહની તપાસ કરવામાં અસમર્થ હોવાનો પત્ર પોલીસ મહાસંચાલક સંજય પાંડેએ ગૃહ મંત્રાલયને આપ્યો છે. પરમવીર સિંહના નવા આરોપ પછી સંજય પાંડેએ ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. દરમિયાન મહારાષ્ટ્રના બે પોલીસ અધિકારીએ પરમવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. એ પછી પોલીસ મહાસંચાલક સંજય પાંડેને આ પ્રકરણે તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...