અહેવાલ:પુરુષોની તુલનામાં અડધાથી પણ ઓછી સ્ત્રીઓના હાથમાં રોજગાર, કાર્યસ્થળે સ્ત્રી- પુરુષ ભેદભાવ હજુ પણ છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાર્યસ્થળે સ્ત્રી- પુરુષ ભેદભાવ હજુ પણ જોવા મળતો હોઈ પુરુષોની તુલમનામાં રાજ્યમાં અડધાથી ઓછી સ્ત્રીઓના હાથમાં કામ છે. કૃષિપ્રધાન દેશ હોવા છતાં એકતૃતીયાંશ રોજગાર બિન-કૃષિ ક્ષેત્રમાં છે. અહીં મહેનતનાં કામો કરતાં કરતાં અજાણતાં જ વ્યસન લાગે છે. તેમાં પુરુષોની સંખ્યા વધુ છે. 16 ટકા પુરુષો ધૂમ્રપાન કરે છે, 34 ટકા તમાકુજન્ય પદાર્થનું સેવન કરે છે, જ્યારે 17 ટકાને દારૂનું વ્યસન છે.

દિવસના 25 બીડી- સિગારેટ પીનારની સંખ્યા પણ ચિંતાજનક છે.કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે હાલમાં જ પ્રકાશિત કરેલા પાંચમા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ-5 (2019થી 2021)ના અહેવાલમાંથી આ બાબત સામે આવી છે. દેશભરના 707 જિલ્લામાં 15થી 49 વયવર્ષની 6.10 લાખ મહિલાઓ પાસેથી આ માહિતી ભેગી કરવામાં આવી હતી. તેમાં રોજગાર અને વ્યસનાધીનતા બાબતે માહિતી આંચકાજનક છે.40.9 ટકા મહિલાઓના હાથોમાં કામ છે.

13.6 ટકા મહિલાઓ ખેતીમાં, 86.4 ટકા અન્ય ક્ષેત્રમાં કામ કરી રહી છે. 35થી 44 વયવર્ષની સૌથી વધુ 54.7 ટકા મહિલાઓ કામ કરી રહી છે. 80.7 ટકા મહિલાઓને રોકડમાં, જ્યારે 5.1 ટકા મહિલાઓ વસ્તુ સ્વરૂપમાં વળતર મળે છે. 81.5 ટકા પુરુષો નિયમિત કામે જાય છે. તેમાંથી 32.6 ટકા પુરુષ ખેતીમાં, જ્યારે 67.4 ટકા પુરુષો અન્ય ક્ષેત્રોમાં કામ કરે છે.

પુરુષો વધુ વ્યસનાધીન
નજીવા વેતનમાં કામ કરતી વખતે વ્યસનાધીનતાનું પ્રમાણ મોટું છે. તેમાં પુરુષોનો આંકડો વધુ છે. ગ્રામીણ ભાગોમાં મહિલામાંથી 0.2 ટકા ધૂમ્રપાન, 2.5 ટકા તમાકુજન્ય પદાર્થ અને 0.3 ટકા શરાબ સેવન કરે છે. શહેરી ભાગોમાં આ પ્રમાણ અનુક્રમે 0.1 ટકા, 6 ટકા અને 0.1 ટકા છે, એમ અહેવાલમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...