રીડિંગમાં ભૂલ:વીજ મીટર રીડિંગમાં ગરબડ કરતા કર્મચારીઓ પર ગુનો દાખલ થશે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રીડિંગમાં ભૂલના કારણે મહાવિતરણનું મહેસૂલ ડૂબે છે

ગ્રાહકોએ વાપરેલી વીજનું રીડિંગ લેતા સમયે ગરબડ કરનારા અને ચોક્કસ રીડિંગ ન લેનારા કર્મચારીઓ પર હવે ફોજદારી ગુનો દાખલ થશે. વીજ મીટર રીડિંગમાં ભૂલોના કારણે મહાવિતરણનું મોટા પ્રમાણમાં મહેસૂલ ડૂબે છે તેમ જ ગ્રાહકોએ હેરાનગતિ ભોગવવી પડે છે. મહાવિતરણે આ બાબતની ગંભીર નોંધ લઈને સંબંધિત કર્મચારીઓ અને રીડિંગ એજન્સીને સખત કાર્યવાહી કરવાનો ઈશારો આપ્યો છે.

રાજ્યમાં મહાવિતરણના 2 કરોડ 60 લાખ વીજ ગ્રાહકો છે. તેમણે વાપરેલા દરેક યુનિટના વીજ મીટર રીડિંગનું વીજ બિલ બનાવવામાં આવે છે. એના માટે એજન્સીની નિમણુક કરવામાં આવી છે. એક મીટરના રીડિંગ માટે એજન્સીને 11 રૂપિયા ચુકવવામાં આવે છે. એજન્સીએ દર મહિને સંબંધિત મીટરના ઠેકાણે જઈને મીટરનું ચોક્કસ રીડિંગ નોંધવું ફરજિયાત છે.

જોકે અનેક કર્મચારીઓ રીડિંગ નોંધતા સમયે ભૂલ કરે છે. અનેક વખત મીટર રીડિંગનો ફોટો ઝાંખો હોય છે. રીડિંગ શા માટે લઈ ન શકાયું એના કારણો આપવામાં આવે છે. ભૂલવાળા રીડિંગના લીધે મહાવિતરણનું મહેસૂલ ડૂબે છે. તેમ જ ગ્રાહકનો વીજ વપરાશ ઓછો હોય અને રીડિંગ વધુ નોંધાયેલું હોય તો એને ફટકો પડે છે. બિલમાં સુધારા કરવા આંટાફેરા કરવા પડે છે.

એની ગંભીર નોંધ મહાવિતરણના વ્યવસ્થાપકીય સંચાલક વિજય સિંઘલે લીધી હતી અને હવેથી મીટર રીડિંગમાં ભૂલ કરનારાઓ પર મહેસૂલ નુકસાનીનો આરોપ મૂકીને ગુનો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. વીજ વપરાશની મીટર રીડિંગ લેવા માટે મહાવિતરણે વિભાગ મુજબ ખાનગી એજન્સીઓની નિમણુક કરી છે. એમાં રીડિંગમાં ગરબડ કરનારા કર્મચારીઓ પર ગુનો દાખલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...