મહત્ત્વપૂર્ણ નિર્ણય:કોવેક્સિનના ઈમરજન્સીમાં ઉપયોગની WHO દ્વારા મંજૂરી, સુરક્ષા - ગુણવત્તાના કઠોર માપદંડમાંથી પસાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભારતની પ્રથમ ઘરઆંગણાની કોવિડ-19 રસી કોવેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા કટોકટીમાં ઉપયોગ માટે અધિકૃતિ આપવામાં આવી છે, એવી ઘોષણા ભારત બાયોટેક દ્વારા કરવામાં આવી છે. આ રસી સાર્સ- કોવ2 સામે સંપૂર્ણ વિરિયન- ઈનએક્ટિવેટેડ રસી છે, જે આઈસીએમઆર અને એનઆઈવી, પુણે સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે.

ઈમજરન્સી યુઝ લિસ્ટિંગ પ્રક્રિયામાં સુરક્ષા, કાર્યસાધકતા અને ગુણવત્તાના કઠોર માપદંડનું પાલન કરીને દવાઓ, રસીઓ અને ડાયગ્નોસ્ટિક્સને ઝડપી પહોંચ પૂરી પાડવાના હેતુથી જાહેર આરોગ્યની કટોકટીઓ દરમિયાન નવાં આરોગ્યનાં ઉત્પાદનોની અનુકૂળતાનું આકલન કરે છે, એમ સીએમડી ડો. કૃષ્ણા એલ્લાએ જણાવ્યું હતું.ડબ્લ્યુએચઓ પાસેથી અધિકૃતિ ભારતમાં વ્યાપક રીતે અપાતી, સુરક્ષિત અને કાર્યસાધક કોવેક્સિનને વૈશ્વિક પહોંચની ખાતરી રાખવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું છે.

સંસ્થા તરીકે અમે ડબ્લ્યુએચઓ દ્વારા સ્થાપિત સખત આકલન અને વૈજ્ઞાનિક ધોરણોને પહોંચી વળવા માટે કઠોર ગુણવત્તા અને સુરક્ષાનાં ધોરણોનું પાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેને કારણે અમારી ઘણી બધી રસીઓને ડબ્લ્યુએચઓની પૂર્વપાત્રતા પ્રાપ્ત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...