ચૂંટણી ઐતિહાસિક:મહારાષ્ટ્રમાં 10 વર્ષમાં રાજ્યસભા કે વિધાન પરિષદની મતદાન વિના ચૂંટણી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1998ની ચૂંટણીથી રાષ્ટ્રવાદીની સ્થાપનાનાં અંકુર રોપાયાં

વિધાન પરિષદમાં શિવસેના તરફથી ચૂંટાઈ આવેલા કિરણ પાવસકરે વિધાનસભ્ય પદનું રાજીનામુ આપીને રાષ્ટ્રવાદીમાં પ્રવેશ કર્યો હતો. તેના રાજીનામાના કારણે ખાલી થયેલી એક સીટ માટે પેટાચૂંટણીમાં રાષ્ટ્રવાદીએ પાવસકરને ઉમેદવારી આપી હતી. એ સમયે વિધાન પરિષદની પેટાચૂંટણી થઈ હતી. વાસ્તવિકતામાં મતદાન થઈને આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદીના કિરણ પાવસકર વિજયી થયા હતા.

2010માં વિધાન પરિષદની 10 સીટ માટે મતદાન થયું હતું. એ ચૂંટણીમાં ભારે રસાકસી થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના વિજય સાવંત બીજી અને ત્રીજી પસંદગીના મતના આધારે ચૂંટાઈ આવ્યા હતા. શિવસેનાના અનિલ પરબ વિજય માટે મતનો ક્વોટા પૂરો કરી શક્યા નહોતા. આખરે મતનો ક્વોટા પૂરો ન કરવા છતાં અનિલ પરબ ચૂંટાઈ આવ્યા અને ભાજપના શોભાતાઈ ફડણવીસનો પરાજય થયો હતો.

પ્રથમ પસંદગીના મતના આધારે 7 જણ પહેલી ફેરીમાં ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસના વિજય સાવંત, શિવસેનાના અનિલ પરબ અને ભાજપના શોભાતાઈ ફડણવીસ પહેલી ફેરીમાં મતનો ક્વોટા પૂરો કરી શક્યા નહોતા. 2008માં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. એ સમયે નારાયણ રાણે સાથેના શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોએ શિવસેનાના ઉમેદવારને મતદાન કરવું પડ્યું હતું કારણ કે રાજ્યસભાની ચૂંટણીમાં જાહેર પદ્ધતિથી મતદાન થાય છે.મતપત્રિકા દેખાડીને મતદાન કરવું પડે છે. એના લીધે રાણે સાથેના વિધાનસભ્યોએ ફરજિયાત શિવસેનાના ઉમેદવારને મતદાન કરવું પડ્યું હતું.

1998ની ઐતિહાસિક ચૂંટણી
1998માં રાજ્યની રાજ્યસભા ચૂંટણી ઐતિહાસિક બની હતી. આ ચૂંટણીના પરિણામમાંથી રાષ્ટ્રવાદીના સ્થાપનાના અંકુર રોપાયા હતા. કોંગ્રેસે 10, જનપથના નજીકના ગણાતા નિવૃત્ત સનદી અધિકારી રામ પ્રધાનને ઉમેદવારી આપી હતી. એ ચૂંટાઈ આવે એની જવાબદારી કોંગ્રેસ નેતાઓ પર હતી.

જો કે કોંગ્રેસ વિધાનસભ્યોના મત ફૂટ્યા. તેથી સુરેશ કલમાડી અને વિજય દર્ડા ચૂંટાઈ આવ્યા હતા. એ સમયે કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર રામ પ્રધાનનો પરાજય થયો હતો. શિવસેનાના સતીશ પ્રધાન એ સમયે અડધા મતના ફરકથી ચૂંટાયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રામ પ્રધાનનો પરાજય ગંભીરતાથી લીધો હતો. કોંગ્રેસમાંના શરદ પવાર સમર્થક વિધાનસભ્ય પર મત ફોડવાનું નાળિયેર ફોડવામાં આવ્યું.​​​​​​​

જયંત પાટીલ, આર.આર.પાટીલ, વગેરે ઉમેદવારોને દિલ્હી બોલાવવામાં આવ્યા. ત્રણ દિવસ સુધી પક્ષના મોવડીઓએ તેમને મુલાકાત આપી નહોતી. ત્રણચાર દિવસ લટકાવી રાખ્યા હોવાથી વિધાનસભ્યોમાં સખત અસ્વસ્થતા હતી. એમાંથી ધીમે ધીમે કોંગ્રેસમાં નારાજગી વધતી ગઈ. વિધાનસભ્યોને મળેલી વર્તણુક માટે પવાર નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...