તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાપાલિકાની ચૂંટણીની શક્યતા:95 નગરપાલિકાઓની ચૂંટણી માર્ચ-એપ્રિલમાં થવાની શક્યતા

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • નવી મુંબઈ, વસઈ-વિરાર, કોલ્હાપુર મહાપાલિકાની ચૂંટણી પણ ત્યારે જ

નવી મુંબઈ, વસઈ-વિરાર, કોલ્હાપુર મહાપાલિકા, 95 નગરપાલિકાઓ અને નગરપંચાયતો અને ભંડારા તથા ગોંદિયા જિલ્લા પરિષદની ચૂંટણીઓ માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં લેવાની તૈયારી રાજ્ય ચૂંટણી પંચે કરી છે. જ્યુડિશિયલ પ્રક્રિયાને લીધે ઔરંગાબાદ અને ગામોનો સમાવેશ કરવાના વિવાદને કારણે કલ્યાણ-ડોંબીવલી મહાપાલિકાની ચૂંટણીઓ લંબાઈ જશે. મહાપાલિકા, નગરપાલિકાઓની મતદાર યાદીઓ 11 થી 16 તારીખ દરમિયાન જાહેર કરવામાં આવશે.

કોરોનાને લીધે મુદત પૂરી થયેલ નવી મુંબઈ, ઔરંગાબાદ, કલ્યાણ-ડોંબીવલી, વસઈ-વિરાર, કોલ્હાપુર મહાપાલિકાની ચૂંટણીઓ ઠેલવી પડી હતી. ઉપરાંત ભંડારા અને ગોંદિયા જિલ્લા પરિષદ તેમ જ અંબરનાથ, કુળગાવ, બદલાપુર સહિત 95 નગરપાલિકાઓની મુદત પણ પૂરી થઈ છે. કોરોનાનો ફેલાવો ઓછો થવાથી આ ચૂંટણીઓ લેવાની તૈયારી રાજ્ય ચૂંટણી પંચે શરૂ કરી છે. દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ એપ્રિલ અને મે મહિનામાં થવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેથી એપ્રિલના બીજા અઠવાડિયા પહેલાં મહાપાલિકા, જિલ્લા પરિષદ, નગરપાલિકા અને નગરપંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ પૂરો કરવામાં આવશે એવો સંકેત રાજ્ય ચૂંટણી પંચના વરિષ્ઠો તરફથી આપવામાં આવ્યો હતો.

નવી મુંબઈ, વસઈ-વિરાર અને કોલ્હાપુર મહાપાલિકાઓની ચૂંટણી માટે મતદારયાદી 16 ફેબ્રુઆરીના જાહેર કરવામાં આવશે. એ પછી 23 તારીખ સુધી વાંધા અને સૂચનાઓ રજૂ કરી શકાશે. ભારત ચૂંટણી પંચે તૈયાર કરેલ અને 15 જાન્યુઆરીના અસ્તિત્ત્વમાં આવેલ મતદારયાદીઓનું વોર્ડ પ્રમાણે વિભાજન કરીને એ જાહેર કરવા આપવામાં આવશે.12 માર્ચના મતદાન કેન્દ્ર પ્રમાણે મતદારયાદીઓ જાહેર કરવામાં આવશે. ભંડારા અને ગોંદિયા જિલ્લા પરિષદ માટે 11 તારીખના મતદારયાદી જાહેર કરવામાં આવશે. મતદાન કેન્દ્ર પ્રમાણે 10 માર્ચના અંતિમ યાદી જાહેર થશે.

જો કે, ઔરંગાબાદ મહાપાલિકાના વોર્ડની રચનાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં વિલંબિત છે. કલ્યાણ-ડોંબીવલી મહાપાલિકા હદમાંથી 27 ગામને બાકાત રાખવાનો વિવાદ હજી પણ ચાલુ છે. તેથી આ બંને મહાપાલિકાઓની ચૂંટણી અન્ય 3 મહાપાલિકાઓની ચૂંટણી સાથે નહીં થાય.

ચૂંટણી બે-ત્રણ દિવસના અંતરે યોજાશે
અંબરનાથ, કુળગાવ-બદલાપુર, મુરબાડ, શહાપુર, ખાલાપુર વગેરે 95 નગરપાલિકાઓની મતદારયાદી 15 તારીખના જાહેર કરવામાં આવશે. મતદાન કેન્દ્ર પ્રમાણે અંતિમ મતદારયાદી 8 માર્ચના જાહેર કરવામાં આવશે એવી માહિતી રાજ્ય ચૂંટણી કમિશનર યુ.પી.એસ. મદાને આપી હતી. માર્ચના બીજા અઠવાડિયામાં મતદાન કેન્દ્ર પ્રમાણે મતદાર યાદીઓ જાહેર થશે. આ બધી પ્રક્રિયા પૂરી થયા બાદ માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં 3 મહાપાલિકા, 2 જિલ્લા પરિષદ અને 95 નગરપાલિકાઓની ચૂંટણી બેત્રણ દિવસના અંતરે થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો