કોર્ટનો આદેશ:મુંબઈમાં ચોમાસા પછી અને મરાઠવાડા-વિદર્ભમાં ચોમાસા પૂર્વે ચૂંટણીનો આદેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રીમ કોર્ટનો આદેશ ઠાકરે સરકાર માટે મોટા આંચકા સમાન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં મંગળવારે મહત્ત્વપૂર્ણ સુનાવણી પાર પડી. કોર્ટે જ્યાં પાઉસ નથી પડતો ત્યાં ચૂંટણી લેવામાં શું વાંધો છે એવો પ્રશ્ન પૂછીને ચૂંટણી પંચને અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને ચૂંટણીને અનુલક્ષી મહત્ત્વના નિર્દેશ આપ્યા છે.

મરાઠવાડા અને વિદર્ભમાં ચોમાસા પૂર્વે ચૂંટણી લો અને મુંબઈ તથા કોંકણમાં ચોમાસા પછી ચૂંટણી લો એવો આદેશ સરકાર માટે મોટો આંચકો માનવામાં આવે છે.જિલ્લા અનુસાર દરેક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા અનુસાર ચોમાસાની સ્થિતિ ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરવો એવો આદેશ કોર્ટે આપ્યો છે.

ઓબીસી રાજકીય અનામત વિના 15 દિવસમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાના નિર્દેશ 4 મેએ કોર્ટે ચૂંટણી પંચને આપ્યા હતા. આ પછી પંચે તુરંત વોર્ડ રચનાની પ્રક્રિયા શરૂ કરી છે. આ બધી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પ્રાથમિક પ્રક્રિયા અમે જૂન સુધી પૂરી કરીશું.

જોકે તે પછી તુરંત આગામી પ્રક્રિયા ચોમાસામાં શરૂ કરવી પડશે. આથી સુપ્રીમ કોર્ટે અમારી આ મુશ્કેલીઓનો વિચાર કરવો જોઈએ એવી રજૂઆત પંચ વતી કરવામાં આવી હતી, જે પછી સુપ્રીમ કોર્ટે ઉક્ત નિર્દેશો આપ્યા હતા.

આ પછી ચૂંટણી ચોમાસામાં થશે કે કેમ એ વિશે કુતૂહલ સર્જાયું હતું. પંચે ચોમાસામાં ચૂંટણી લેવામાં કઈ પ્રશાસકીય મુશ્કેલીઓ છે તે કોર્ટને જણાવ્યું હતવું. આ પછી કોર્ટે ઉક્ત મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યા હતા. રાજ્યમાં 15 મહાપાલિકા, 25 જિલ્લા પરિષદ, 210 નગરપંચાયત, 1900 ગ્રામપંચાયતની ચૂંટણીઓ બાકી છે. આટલી બધી ચૂંટણીઓ એકત્ર લેવામાં આવે તો કમસેકમ 2થી 3 તબક્કામાં લેવી પડશે અને છ અઠવાડિયા લાગી શકે છે.

સુપ્રીમ કોર્ટ આગ્રહી શા માટે છે?
કાર્યકાળ પૂર્ણ થયા પછી છ મહિનાથી વધુ સમય ચૂંટણી લંબાવી શકાય નહીં એવું સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં જ સ્પષ્ટ કર્યું હતું. ટ્રિપલ ટેસ્ટ પૂર્ણ થાય ત્યાં સુધી ઓબીસી અનામત આપી નહીં શકાશે. આથી પાંચ વર્ષની મુદત પૂરી કરેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ તુરંત લેવાનો નિર્દેશ કોર્ટે આપ્યો હતો.

ચોમાસામાં શું મુશ્કેલીઓ છે?
ચોમાસામાં ચૂંટણી લેવામાં આવે તો રાજ્યના અનેક ભાગોમાં પૂર પરિસ્થિતિ હોય છે. રાજ્યના કર્મચારીઓ પૂર નિયંત્રણના કામોમાં વ્યસ્ત હોય છે. આ સમયગાળામાં સામાનનું પરિવહન કરવાનું પણ મુશ્કેલ હોય છે. ઉપરાંત ચોમાસામાં મતદાનની ટકાવારી ઓછી થવાનો ભય હોય છે. પંચ પાસેનાં ઈવીએમની સંખ્યા પણ મર્યાદિત છે.

અન્ય સમાચારો પણ છે...