ચુકાદો:વૃદ્ધ માતા- પિતાનું જુહુનું ઘર ટૂંકમાં ખાલી કરવા પુત્ર-પુત્રવધૂને આદેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 90 વર્ષના પિતા અને 89 વર્ષની માતાની સતામણીના કેસમાં ચુકાદો

બોમ્બે હાઈ કોર્ટે એક દંપતીને એક મહિનાની અંદર તેમના વૃદ્ધ માતા -પિતાનું ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ માણસ વૃદ્ધને હેરાન કરતો હતો અને તેણે ઘર ખાલી કરવાની ના પાડી દીધી હતી. જસ્ટિસ જીએસ કુલકર્ણીની સિંગલ બેન્ચે આ સપ્તાહની શરૂઆતમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે આશિષ દલાલ અને તેના પરિવારને તેમના વૃદ્ધ માતા -પિતાનો ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે શોધી કાઠ્યું કે 90 વર્ષના પિતા અને 89 વર્ષીય માતાનો એકમાત્ર પુત્ર અને તેની પત્ની તેમને પરેશાન કરી રહ્યા હતા, આ ફ્લેટ એક વૃદ્ધ દંપતીની માલિકીનો છે.દલાલને ફ્લેટ ખાલી કરવાનો નિર્દેશ આપતી વખતે, હાઇકોર્ટે વ્યથા વ્યક્ત કરી હતી કે માતાપિતાએ તેમના અધિકારો સુરક્ષિત કરવા અને તેમના પોતાના પુત્રો દ્વારા થતી હેરાનગતિથી પોતાને બચાવવા માટે કોર્ટનો સંપર્ક કરવો પડી રહ્યો છે.

કોર્ટે અવલોકન કર્યું કે, આ એક એવો કિસ્સો છે જ્યાં વૃદ્ધ માતા -પિતા તેમના એકમાત્ર પુત્રના હાથે વેદના ભોગવી રહ્યા છે, અને અમને એવું લાગે છે કે આ કહેવતમાં કંઇક ને કંઇક સચ્ચાઇ છે, દીકરીઓ કાયમ હોય છે, અને જ્યારે પુત્ર ત્યાં સુધી પુત્ર જ હોય જયાં સુધી પુત્રના લગ્ન ન થઇ જાય.ખંડપીઠે કહ્યું કે વરિષ્ઠ નાગરિક અધિનિયમમાં જોગવાઈ કરવામાં આવી છે કે, વરિષ્ઠ નાગરિકોના બાળકો અથવા સંબંધીઓએ ખાતરી કરવી જોઈએ કે વૃદ્ધો સતામણી અને મુશ્કેલીઓથી મુક્ત સામાન્ય જીવન જીવે.

કોર્ટે એ પણ જોયું કે વર્તમાન કેસ ખૂબ જ દુ:ખદ છે, જ્યાં વ્યક્તિ જાણી જોઈને તેના માતા -પિતાને વૃદ્ધાવસ્થામાં સામાન્ય જીવન જીવતા અટકાવે છે. અદાલત વરિષ્ઠ નાગરિક ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારતી દલાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી.

આ ટ્રિબ્યુનલે દલાલ અને તેની પત્નીને ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.કેસની સુનાવણી દરમિયાન, કોર્ટેને જાણમાં આવ્યું હતું કે દલાલ પાસે નવી મુંબઈ અને દહિસર વિસ્તારમાં ત્રણ રહેણાંક સંકુલ છે, તેમ છતાં તે તેના માતાપિતા સાથે રહેવાનો આગ્રહ રાખે છે. ખંડપીઠે દલાલની અરજી ફગાવી દીધી અને તેને 30 દિવસમાં ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...