તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રગ કેસ:એજાઝ ખાન પોઝિટિવ આવતાં અધિકારી ક્વોરન્ટાઈન

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એજાઝે બે ટીવી કલાકારોનાં નામ લેતાં તપાસને ગતિ મળી ત્યાં કોરોનાએ દાટ વાળી દીધો

વિવાદાસ્પદ અભિનેતા એજાઝ ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ડ્રગ કેસમાં ધરપકડ કર્યા પછી તપાસ અત્યંત મહત્ત્વપૂર્ણ તબક્કામાં પહોંચી હતી ત્યાં એજાઝને કોરોના લાગુ થતાં મોટો અવરોધ પેદા થયો છે. એજાઝ સાથે સંપર્કમાં આવેલા અધિકારીઓ- કર્મચારીઓએ પોતાને ક્વોરન્ટાઈન કરી લીધા છે.

ડ્રગ માફિયા ફારુખ બટાટા અને તેનો પુત્ર શાદાબ બટેટા સાથે ડ્રગ વેચાણ અને સેવનના વ્યવહારમાં એજાઝની સંડોવણી બહાર આવી છે. એજાઝે બે ટીવી કલાકારનાં નામ આપ્યાં હતાં. આને કારણે એનસીબી દ્વારા તપાસને ગતિ આપવામાં આવી હતી ત્યાં એજાઝ કોરોના પોઝિટિવ આવતાં દાટ વળ્યો છે.એનસીબી દ્વારા છેલ્લા બે દિવસથી એજાઝની આકરી પૂછપરછ કરી રહી હતી. તેમાં તેણે અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતા ગૌરવ દીક્ષિત સહિત બે ટીવી કલાકારનાં નામ લીધાં છે.

આ કલાકારોનાં ઘરે એનસીબીએ દરોડા પાડ્યા, પરંતુ તેઓ તે પૂર્વે જ ફરાર થઈ ગયા છે. તેમના ઘરમાંથી ડ્રગ મળ્યું છે. આથી એનસીબી તેમની શોધ ચલાવતી હતી ત્યાં એજાઝનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં એનસીબીના મુખ્ય અધિકારીઓ ક્વોરન્ટાઈન થઈ ગયા છે.

એજાઝને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે એનસીબી અધિકારીઓની કોરોના ટેસ્ટ કરવામાં આવી છે અને તેમને ક્વોરન્ટાઈન કરાયા છે. એનસીબીની તપાસ અત્યંત મહત્ત્વપૂર્ણ તબક્કામાં પહોંચી હતી ત્યાં એજાઝ ખાનને લીધે નવી મુસીબત આવી પડી છે. આથી એનસીબી હવે પછી કેવાં પગલાં લે છે તેની પર સૌની મીટ મંડાયેલી રહેશે.

એજાઝ ખાનની 2018માં પણ ધરપકડ
એજાઝ ખાને એક અભિનેતા અને એક અભિનેત્રીનું પણ ડ્રગની લેતીદેતીમાં નામ લીધું છે. બંને વિદેશી નાગરિક હોઈ તેમની શોધ ચલાવવામાં આવી રહી છે. તેમના સંપર્કમાં રહેલા કલાકારોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. એજાઝ બિગ બોસની સાતમી સીઝનમાં ચમક્યો હતો, જ્યાં પણ તેણે ધમાલ મચાવી હતી. તેણે અમુક ફિલ્મ અને સિરિયલોમાં પણ કામ કર્યું છે. 2018માં પણ ડ્રગ ધરાવવા માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. તે છાશવારે વિવાદમાં સપડાતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો