કેમ્પસ મળ્યું:શૈક્ષણિક સંસ્થાઓ દરેકમાં આંતરિક પ્રતિભાઓને ચમકાવે છે: રાષ્ટ્રપતિ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નાગપુરને કાયમી કેમ્પસ મળ્યું

શૈક્ષણિક સંસ્થાઓ માત્ર શીખવાની જગ્યા નથી. આ તે સ્થાન છે જે આપણામાંના દરેકમાં આંતરિક અને ક્યારેક છુપાયેલી પ્રતિભાઓને ચમકાવે છે, એમ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રવિવારે જણાવ્યું હતું. તેઓ નાગપુરના દહેગાવ મૌઝા, મિહા ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ), નાગપુરના કાયમી કેમ્પસના ઉદઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા.

અભ્યાસક્રમ આપણને આપણી અંદર ઉદ્દેશ, મહત્ત્વાકાંક્ષાનું આત્મનિરીક્ષણ કરવાનો અવસર આપે છે અને તેથી આપણાં સપનાં સાકાર થાય છે. આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં નવીનતા અને સાહસિકતાની પ્રશંસા કરવામાં આવે છે અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. નવીનતા અને ઉદ્યોગ સાહસિકતા બંનેમાં ટેક્નોલોજી દ્વારા આપણા જીવનને સરળ બનાવવાની ક્ષમતા સાથે ઘણા લોકોને રોજગારીની તકો પણ પૂરી પાડી શકે છે.

આઈઆઈએમ, નાગપુર ખાતેની ઇકો-સિસ્ટમ વિદ્યાર્થીઓમાં જોબ સીકર્સ બનવાને બદલે જોબ- ક્રિએટર બનવાની માનસિકતાને પ્રોત્સાહન આપશે, એમ તેમણે જણાવ્યું હતું.આઈઆઈએમ, નાગપુરે તેના સેન્ટર ફોર આંતરપ્રેન્યોશિપ દ્વારા આઈઆઈએમ નાગપુર ફાઉન્ડેશન ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (ઈએનએફઈડી) ની સ્થાપના કરી છે. ખૂબ જ ગર્વની વાત એ છે કે આઈએનએફઈડીએ મહિલા સાહસિકોને મહિલા સ્ટાર્ટ-અપ પ્રોગ્રામમાંથી સ્નાતક થવા માટે સફળતાપૂર્વક સક્ષમ કર્યા છે અને તેમાંથી તેમના સાહસો પણ શરૂ કર્યા છે.

કોણ હાજર રહ્યા હતા?
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ, ઊર્જામંત્રી ડૉ. નીતિન રાઉત, આઈઆઈએમ નાગપુરના પ્રમુખ સીપી ગુરનાની આ સમયે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...