મની લોન્ડરિંગ કેસ:મની લોન્ડરિંગ કેસમાં ઈડીની દેશમુખ વિરુદ્ધ કોર્ટમાં અરજી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલમ 174 હેઠળ મહિના સુધીની કેદ થઈ શકે છે

મની લોન્ડરિંગ કેસમાં અનેક સમન્સ જારી કરવામાં આવ્યા હોવા છતાં તપાસ એજન્સી સમક્ષ હાજર ન થવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે કોર્ટમાં અરજી કરી છે. ઈડીએ શુક્રવારે વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી અને દેશમુખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 174 (આદેશ છતાં સરકારી સેવકની તપાસ માટે ગેરહાજરી) હેઠળ કાર્યવાહીની માગણી કરી.

આ કલમ હેઠળ દોષિતોને એક મહિના સુધીની કેદની સજા અથવા પાંચસો રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે.ઈડીએ દેશમુખને તેમની સામે નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં અનેક સમન્સ જારી કર્યા હતા, પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા દેશમુખ હજુ તેની સમક્ષ હાજર થયા નથી. આ કેસમાં દેશમુખના બે સહાયક સંજીવ પાલાંડે અને કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી છે, હાલ બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ઉપરાંત, તાજેતરમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં તપાસ એજન્સીએ મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝેને પણ આરોપી બનાવ્યો છે. જોકે ચાર્જશીટમાં દેશમુખ કે તેના પરિવારના સભ્યોનું નામ સામેલ કરવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...