કાર્યવાહી:દેશમુખ પ્રકરણમાં મુખ્ય સચિવને ઇડીના સમન્સ

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંટે કેબિનેટ બેઠકને કારણે તપાસમાં જોડાશે નહીં

મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંટેને અનિલ દેશમુખની તપાસ અને રાજ્ય પોલીસ અધિકારીઓની બદલીઓ અને પોસ્ટિંગ સંબંધિત પ્રશ્નોના જવાબો આપવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ 25 નવેમ્બરે તેની સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કર્યા છે. જોકે કુંટેએ કહ્યું કે તેઓ કેબિનેટ બેઠકને કારણે તપાસમાં જોડાઈ શકશે નહીં.

ઇડી દેશમુખ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તપાસ કરી રહી છે. દેશમુખ પર આરોપ છે કે તેમણે ગૃહમંત્રી તરીકે ફરજ બજાવવા દરમિયાન તેમના પદનો કથિત રીતે દુરુપયોગ કર્યો હતો. એવો પણ આરોપ છે કે, નેતાએ બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે મારફતે મુંબઈના વિવિધ બાર અને રેસ્ટોરાંમાંથી રૂ. 4.70 કરોડ ભેગા કર્યા હતા. દેશમુખના પરિવાર દ્વારા નિયંત્રિત શૈક્ષણિક ટ્રસ્ટ નાગપુર સ્થિત શ્રી સાંઈ શિક્ષણ સંસ્થાનને કથિત રૂપે નાણાં મોકલવામાં આવ્યા હતા.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે આ આરોપ મૂક્યો હતો. જોકે દેશમુખે વારંવાર કોઈ ગેરવર્તણૂકનો ઈનકાર કર્યો છે. દેશમુખ ગૃહમંત્રી હતા ત્યારે કુંટે ગૃહ વિભાગના સચિવ હતા, એથી ઇડી આ મામલે કુંટેને કેટલાક સવાલ કરવા માગે છે. ઇડીએ અનિલ દેશમુખના અંગત સચિવ અને અંગત સહાયકની મુંબઈ અને નાગપુરમાં તેમના અને એનસીપી નેતા પર દરોડા પાડ્યા બાદ ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...