તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીએમસી બેંક કૌભાંડ કેસ:29 ડિસેમ્બરે હાજર થવા માટે રાઉતની પત્નીને ઈડીનું સમન્સ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષા રાઉતનું 50 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન તપાસના દાયરામાં હોવાનું જાણવા મળ્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓપ (પીએમસી) બેંક કૌભાંડ કેસમાં તપાસમાં જોડાવા સમન્સ મોકલાવ્યું છે. ઇડીના સૂત્રોએ પુષ્ટિ આપી છે કે વર્ષા રાઉતને 29 ડિસેમ્બરે એજન્સી સમક્ષ હાજર થવાનું જણાવવામાં આવ્યું છે.

ઇડીએ જણાવ્યું હતું કે, આ કેસમાં પ્રવિણ રાઉત નામના અન્ય આરોપીની પત્ની સાથે વર્ષા રાઉતનું 50 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન તપાસના દાયરા હેઠળ છે. વર્ષા રાઉતને તે જ ટ્રાન્ઝેક્શનના સંબંધમાં સમન્સ મોકલાવવામાં આવ્યું છે, જેને એમ કહેવામાં આવે છે કે તેણે મિલકતની ખરીદી માટે લોન લીધેલી છે.

ઇડીએ હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (એચડીઆઈએલ), રાકેશકુમાર વાધવાન, સારંગ વાધવાન, વર્યમ સિંહ અને પીએમસી બેંક લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસ વિરુદ્ધ 3 ઓક્ટોબર, 2019ના પીએમએલએ હેઠળ તપાસ શરૂ કરી હતી. આ કાર્યવાહી પીએમસી બેંકને રૂ. 4355 કરોડની ખોટી ખોટ અને પોતાને મળતા લાભ માટે મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી શાખા દ્વારા નોંધાયેલ એફઆઈઆરને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ વર્ષે દિવાળીની પૂર્વે પીએમસી બેંકના થાપણદારોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના ગવર્નર શક્તિ દાસને એક પત્ર લખીને જણાવ્યું હતું કે થાપણદારોની સતત બીજી ‘બ્લેક દિવાળી’ઉજવાઇ રહી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, થાપણદારો દરિદ્ર અવસ્થામાં છે, અને તેઓ ખાતાધારકોની દુર્દશાને માત્ર ઉજાગર કરશે જ નહીં, પરંતુ બેન્કિંગ રેગ્યુલેટરીની બેદરકારીનો પર્દાફાર્શ કરશે.

ઈડીનું આ પગલું અત્યંત નિંદનીય છે
ઈડીની આ નોટિસ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવાબ મલિકે જણાવ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારથી ઈડીની રમત ચાલુ છે. વિરોધ પક્ષના નેતાઓને ધમકાવવા માટે ઈડીની નોટિસ મોકલવામાં આવે છે. મહારાષ્ટ્રના અનેક નેતાઓને નોટિસ મોકલાવવામાં આવી. રાજકીય દ્વેષથી ડર નિર્માણ કરવા કેન્દ્રિય સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઈડી છે કે ગાંડી છે, ઈડીનું આ પગલું અત્યંત નિંદનીય છે. આટલી ખરાબ બાબત થતી હોય તો રાજકારણ કયા સ્તરે જઈ રહ્યું છે એની ખબર નથી પડતી. વર્ષા રાઉત અને પીએમસી બેંક વચ્ચે શો સંબંધ છે.

સત્તા માટે આટલી ગંદી બાબતો થઈ રહી છે. આમ જ ચાલુ રહ્યું તો ઈડી જેવી સંસ્થાને તાળા મારવા પડશે એવી પ્રતિક્રિયા શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંતે આપી હતી. દરમિયાન ભાજપના નેતા કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે, મેં સંજય રાઉત પરિવારને ઇડી નોટિસની વિશે સાંભળ્યું છે. શું શ્રી રાઉત પરિવાર કથિત કેસમાં લાભાર્થી છે કેમ એ જાહેર થવું જોઇએ. અગાઉ કોઈ તપાસ, નોટિસો મળી છે કે કેમ? આ પ્રકરણમાં 10 લાખ થાપણદારોને અસર થઇ છે, પીડિત છે. જો ઇડીને કોઈ સ્પષ્ટતા જોઇતી હોય તો રાજકીય રક્ષણ લેવાનું અયોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો