તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના વડા આર. એ. રાજીવને મની લોન્ડરિંગ માટે સમન્સ પાઠવ્યા છે. મની લોન્ડરિંગનો મામલો ટોપ્સ ગ્રુપ અને શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક સાથે સંબંધિત છે. ટોચની સુરક્ષા એજન્સી અને કેટલીક અન્ય કંપનીઓએ સિકયુરિટી ગાર્ડ પૂરા પાડવા એમએમઆરડીએ સાથે 2014-2017 અને ફરી 2017થી 2020 દરમિયાન કરાર કર્યા હતા. રાજીવને ટોપ્સ ગ્રુપ કેસમાં ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે.
આ કરાર હેઠળ કઈ રીતે ગેરરીતિ કરવામાં આવી તે અંગે ઈડી રાજીવનું નિવેદન નોંધવા માગે છે. દરમિયાન આ કેસમાં ટોપ્સ સિક્યુરિટીઝ ગ્રુપના પ્રમોટર અમિત ચંડોલેના નજીકના સહાયકની ધરપકડ કરવામાં આવી છે.પ્રતાપ સરનાઇક, તેમના પુત્રો વિહંગ અને પૂર્વેશ આ જ કેસમાં એજન્સીની દેખરેખ હેઠળ છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઇડીના અધિકારીઓએ થાણેમાં સરનાઇકની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ તેમના પુત્ર વિહંગની ઇડી ઓફિસમાં પૂછપરછ કરાઇ હતી. સરનાઇકના નજીકના સાથીઓ અને ટોપ્સ ગ્રુપના અધિકારીઓ વચ્ચે કથિત ભંડોળના આદાનપ્રદાન અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
ટોપ ગ્રુપને એમએમઆરડીએ તરફથી બાંધકામનાં સ્થળોની સુરક્ષા માટે મોટો કરાર મળ્યો હતો. વિવિધ સ્થળોએ તહેનાત સુરક્ષા રક્ષકોની સંખ્યામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો. કરારમાં ઉલ્લેખિત વાસ્તવિક સંખ્યા કરતાં રક્ષકોની તહેનાત સંખ્યા ઘણી ઓછી હતી, પરંતુ સિકયુરિટી સ્ટાફની સંખ્યા વધુ બતાવીને એ પેટે મોટી રકમ મેળવવાનો આરોપ લગાવ્યો હતો. આનાથી એમએમઆરડીએને કરોડોનું નુકસાન થયું હતું, આ કરાર કરવા માટે ટોપ્સ ગ્રુપે કથિત રૂપે સરનાઇકને રકમ આપી હોવાનો આરોપસર ઇડી આ કેસમાં તપાસ કરી રહી છે.
રાજ કપૂરના દોહિત્રના ઘરની તલાશી : દરમિયાન ઇડીએ આ કેસમાં સરનાકના એક નજીકના સાથી અમિત ચંડોલેની પણ ધરપકડ કરી હતી અને તેના સાળા યોગેશ ચંદેલા અને નજીકના સહાયક સંકેત મોરેની પણ પૂછપરછ કરી હતી. ઇડીના અધિકારીઓએ આ કેસમાં ટોપ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર એમ. શશીધરનની પણ ધરપકડ કરી હતી.
શંકાસ્પદ સંદેશવ્યવહારની તપાસ
આ કેસમાં વિહંગ સરનાઈકની બે વાર પૂછપરછ કરવામાં આવી છે અને ઈડીના અધિકારીઓએ વિહંગના મોબાઈલ ફોનનો ડેટા પણ લીધો હતો જ્યારે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે ઇડીને જૈન અને વિહંગ વચ્ચે કેટલાક શંકાસ્પદ સંદેશાવ્યવહાર મળ્યા છે અને તેથી જ તેમના નિવાસસ્થાને તલાશી લેવામાં આવી હતી. આ કેસમાં સરનાકની બે વાર પૂછપરછ કરવામાં આવી છે અને તેના નાના પુત્ર પૂર્વેશને પણ આ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.