તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MIDC જમીન કૌભાંડ:MIDC જમીન કૌભાંડમાં નેતા એકનાથ ખડસેને ઈડીનું સમન્સ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
એકનાથ ખડસે - Divya Bhaskar
એકનાથ ખડસે
 • મુંબઇ પહોંચ્યા, પરંતુ કોરોના જેવા લક્ષણોને લઈ 14 દિવસ પછી હાજર થશે

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાયાના બે મહિના પછી વરિષ્ઠ નેતા એકનાથ ખડસેને મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ સંબંધિત જમીન સોદાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તરફથી નોટિસ મોકલવામાં આવી હતી. ખડસેને આ કૌભાંડ અંગે ઈડી દ્વારા બુધવારે હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જોકે એકનાથ ખડસે બુધવારે ઈડી ઓફિસમાં કોરોનાં લક્ષણોને લીધે પૂછપરછ માટે હાજર થઈ શક્યા નહોતા. હવે તેમની પૂછપરછ 14 દિવસ પછી કરવામાં આવશે.

ખડસે સામે આક્ષેપ હતો કે તેમની પત્ની મંદાતાઇ અને જમાઈ ગિરીશ ચૌધરીએ પુણેમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી) પાસેના ભોસરી ખાતે 3 એકર પ્લોટ 3.75 કરોડમાં તેમના સગાના નામે ખરીદ્યો હતો, જેની બજાર કિંમત કિંમત હતી 40 કરોડ છે. ખડસેએ આરોપ નકારી કાઢ્યો હતો.ઇડીએ ભોસરી એમઆઈડીસી પ્લોટ કેસમાં એકનાથ ખડસેને નોટિસ મોકલી હતી. તે પછી તેઓ 30 ડિસેમ્બરે ઇડી ઓફિસમાં હાજર રહેવાના હતા, પરંતુ છેલ્લા બે દિવસથી ખડસેને તાવ, શરદી અને ખાંસીનાં લક્ષણો છે. આથી પરીક્ષણના અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. તેથી ડોકટરોએ 14 દિવસના આરામની ભલામણ કરી છે.

આ અંગે ઇડીને જાણ કરવામાં આવી છે હું હાજરી આપવા માટે સંમત છું. એક વાર સ્વસ્થ થવા પર ઇડીના અધિકારીને તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો