તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મની લોન્ડરિંગ કેસમાં ખાનગી સિક્યુરિટી એજન્ટી ટોપ્સ ગ્રુપ અને શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક સંબંધિત મની લોન્ડરિંગનો કેસ હવે બોલીવૂડ સુધી પહોંચ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આ કેસમાં દંતકથા સમાન અભિનેતા રાજ કપૂર દોહિત્ર અને રીમા જૈનનો પુત્ર અરમાન જૈનને સમન્સ પાઠવવામાં આવ્યા છે.
આ કેસ સંબંધમાં અરમાનના દક્ષિણ મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. રણબીર કપૂર અને કરીના કપૂરના આ કઝિને લેકર હમ દીવાના દિલ ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે સ્ટુડન્ટ ઓફ ધ યર, એક મૈ ઔર એક તૂ અને માય નેમ ઈઝ ખાન જેવી ફિલ્મો આસિસ્ટ પણ કરી છે.
અરમાનને પ્રતાપ સરનાઈકના પુત્ર વિહાંગ સાથે નિકટવર્તી સંબંધ છે. અરમાન તેની માતા રીમા જૈન (રાજ કપૂરની પુત્રી અને રણધીર કપૂરની બહેન) સાથે રહે છે. ઈડીએ મંગળવારે રાજીવ કપૂર (રાજ કપૂરના પુત્ર)નું નિધન થયું તે દિવસે અરમાનના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડીએ રીમાને અંતિમસંસ્કારમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી અને જૂજ કલાકમાં દરોડાની કાર્યવાહી પૂરી કરી હતી. આ પછી અરમાનને પણ માતા સાથે અંતિમસંસ્કારમાં જોડાવાની પરવાનગી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે આ કેસમાં વસઈના વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરના વિવા ગ્રુપ પર પણ દરોડા પાડ્યા હતા અને કેટલીક માલમતા જપ્ત કરવામાં આવી છે. ટોપ્સ ગ્રુપ અને એમએમઆરડીએ સાથે સોદા થકી ઊપજેલા કમિશન અંગે ઈડી અરમાન પાસેથી જાણવા માગે છે. દરમિયાન 58 વર્ષીય રાજીવ કપૂરનું મંગળવારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા પછી કોવિડની સ્થિતિને લીધે પરિવારે ચોથા દિવસની પ્રાર્થનાસભા રાખી નથી એવી ઘોષણા કપૂર પરિવાર દ્વારા કરવામાં આવી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.