તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમન્સ પાઠવ્યો:દેશમુખને દસ્તાવેજો આપવાનો EDનો ઈનકાર

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજાે સમન્સ બજાવ્યા પછી દેશમુખ નવી દિલ્હી જવા રવાના થઈ ગયા

મુંબઈના બારવાળાઓને રાતભર બાર ચાલુ રાખવાની છૂટ આપીને માસિક રૂ. 3 લાખ પેટે રૂ. 100 કરોડ વસૂલ કરવા બરતરફ એપીઆઈ સચિન વાઝે અને સમાજસેવા શાખાના એસીપી સંજીવ પાટીલને કહેવાતી રીતે આપેલા આદેશ અને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે માગેલા દસ્તાવેજો આપવાનો ઈનકાર કરી દીધો છે અને તેમને ફરીથી હાજર થવા માટે સમન્સ બજાવ્યા છે.

દેશમુખને 5 જુલાઈના રોજ પૂછપરછ માટે હાજર થવા ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. અગાઉ બે વાર દેશમુખે હાજર થવાનો ઈનકાર કરી દીધો હતો. ત્રીજા સમન્સ મળતાં જ દેશમુખ નવી દિલ્હીમાં રવાના થઈ ગયા હતા. તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે એવું જાણકારોનું કહેવું છે.દેશમુખને ઈડી દ્વારા અગાઉ બે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. પહેલી વાર તેમણે પોતાની 72 વર્ષની ઉંમર અને કોરોનાનું કારણ આપીને ઓડિયો કે વિડિયો થકી નિવેદન નોંધાવવાની તૈયારી બતાવી હતી. બીજી વાર દેશમુખ સાત દિવસની મુદત માગી હતી, જે સોમવાર 5 જુલાઈના રોજ પૂરી થઈ રહી છે. આથી ઈડીએ શનિવારે નવેસરથી સમન્સ બજાવ્યા હતા, જેમાં તેમને સોમવારે હાજર થવા જણાવ્યું છે. આથી હવે દેશમુખ ઈડી સામે હાજર થશે કે તે જોવાની બધાને ઉત્સુકતા રહેશે.

દેશમુખ ત્રીજા સમન્સ મળતાં જ નવી દિલ્હી પહોંચી ગયા હતા, જ્યાં તેઓ કાયદા નિષ્ણાતોની સલાહ લેશે અને સુપ્રીમ કોર્ટમાં દોટ લગાવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન દેશમુખે ઈડી પાસે અમુક દસ્તાવેજો માગ્યા હતા તે આપવાનો ઈડીએ ઈનકાર કરી દીધો છે.દેશમુખ પાસે ઈડી અમુક દસ્તાવેજો માગ્યો છે, જેની સામે દેશમુખે ઈડી પાસે ઈસીઆઈઆરની કોપી માગી છે, જેમાં તેમની સામે ચોક્કસ કયો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે દેશમુખ જાણવા માગે છે.

અંગત સહાયકોની ધરપકડ
દરમિયાન એપ્રિલ મહિનામાં અગાઉ દેશમુખની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. 25 જૂને ઈડીએ દેશમુખનાં પાંચ ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. આ પછી ઈડીએ દેશમુખના અંગત સહાયકો કુંદર શિંદે અને સંજીવ પાલાંડેની ધરપકડ કરી હતી. આ બંનેની કસ્ટડીમાં આકરી પૂછપરછ ચાલી રહી છે. આ બંને પર આરોપ છે કે સચિન વાઝે પાસેથી હપ્તા વસૂલીના પૈસા લેતા હતા અને દેશમુખને પહોંચાડતા હતા. જોકે આ બંનેએ વાઝેને ઓળખતા નથી એવું રટણ લગાવી રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...