મની લોન્ડરિંગ કેસ:વરલી ખાતે ઈમારતને EDની ટાંચ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેન્ક પાસેથી લીધેલી લોનને અન્યત્ર વાળવામાં આવી

ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડના ભૂતપૂર્વ સીએમડી સંજય સિંગલ સામે કથિત બેન્ક સાથે છેતરપિંડીના કેસમાં કડી ધરાવતી મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા શનિવારે મુંબઈમાં રૂ. ૧૯૦ કરોડ મૂલ્યની ઈમારતને ટાંચ મારવામાં આવી છે. આ નિવાસી મિલકત વરલીમાં સીજે હાઉસ ખાતે સ્થિત છે અને અલ્ટ્રા મોલ, પૂનમ ચેમ્બર્સની સામે છે અને તેનું મૂલ્ય રૂ. ૧૯૦.૬૨ કરોડ છે, એમ ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

એશ્યુરિટી રિયલ એસ્ટેટ એલએલપી દ્વારા આ મિલકતની ખરીદી કરવા માટે ઉપયોગ કરાયેલું ભંડોળ બીપીસીએલમાંથી ઉચાપત કરાયું હતું અને તેને અસંરક્ષિત લોન બતાવીને શેલ (બોગસ) કંપનીઓ થકી અન્યત્ર વાળવામાં વ્યું હતું. તથાકથિત અસંરક્ષિત લોન કોઈ પણ દસ્તાવેજીકરણ કે પુનઃચુકવણીની જવાબદારીઓ વિના હતી એવું સ્થાપિત થયું છે.

એપ્રિલ ૨૦૧૯માં સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરને આધારે સિંગલ અને અન્યો સામે ઈડી દ્વારા મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એજન્સીએ દાવો કર્યો કે કંપનીઓ અને બોગસ કંપનીઓ તથા અન્ય કંપનીઓ થકી બેન્કનાં ભંડોળની મોટી રકમ બેઈમાની અને છેતરપિંડીથી અન્યત્ર વાળવા માટે ફોજદારી કાવતરું ઘડવામાં આવ્યું હતું અને લોનની રકમની પુનઃચુકવણીમાં જાણીબૂજીને કસૂર કરાયો હતો અને અસ્વીકાર્ય સેન્વેટ ક્રેડિટનો પણ દાવો કરવામાં આવ્યો હતો, એમ ઈડીએ જણાવ્યું છે.બેન્ક પાસેથી લીધેલું ભંડોળ મંજૂર હેતુ માટે ઉપયોગ કરાયું નહોતું, છેતરપિંડી માટે ફોર્જરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...