તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:મની લોન્ડરિંગ કેસમાં ત્રણ પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનરોને EDની નોટિસ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મનીષ મલ્હોત્રા - Divya Bhaskar
મનીષ મલ્હોત્રા
  • ત્રણેય ફેશન ડિઝાઈનરો દેશવિદેશમાં તેમના કલેકશન માટે પ્રસિદ્ધ છે

મની લોન્ડરિંગ પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ત્રણ પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનરો મનીષ મલ્હોત્રા, અને રિતુ કુમારને નોટિસ મોકલી છે. પંજાબમાં એક રાજકારણી દ્વારા થોડાં વર્ષ પૂર્વે કરવામાં આવેલી અમુક રોકડ ચુકવણીઓ સંબંધમાં આ ત્રણેય ફેશન ડિઝાઈનરોને તેમનાં નિવેદનો નોંધવા માટે બોલાવવામાં આવ્યા છે.આ ત્રણ ફેશન ડિઝાઈનરોને થોડાં વર્ષ પૂર્વે કથિત રાજકારણીએ પરિવારમાં લગ્ન સમારંભ માટે ડ્રેસ ડિઝાઈન કરવા બોલાવ્યા હતા, જેની સામે રોકડમાં નાણાંની ચુકવણી કરવામાં આવી હતી.

રિતુ કુમાર
રિતુ કુમાર

આ રોકડ લેણદેણનો આઈટી રિટર્ન્સમાં પણ કોઈ નોંધ મળી નહોતી. આથી તેમને તેમની બાજુ રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા છે, એમ ઈડીના અધિકારીએ એક સમાચાર સંસ્થાને જણાવ્યું છે. જોકે ત્રણેય ફેશન ડિઝાઈનરોને નિવેદન નોંધાવવા ક્યારે બોલાવ્યા છે અને રાજકારણીનું નામ શું છે તેની વિગતો ઈડીએ આપી નહોતી.નોંધનીય છે કે ત્રણે ફેશન ડિઝાઈનરો દેશવિદેશમાં તેમના ડિઝાઈનર કલેકશન માટે પ્રસિદ્ધ છે. ઘણી બધી કોર્પોરેટ્સ અને બોલીવૂડની હસ્તીઓ તેમના દ્વારા ડિઝાઈન કરાયેલા ડ્રેસ પહેરવાનો આગ્રહ રાખે છે.

સવ્યસાચી મુખરજી
સવ્યસાચી મુખરજી
અન્ય સમાચારો પણ છે...