કામગીરી:રાણેને જેલમાં મોકલનાર શિવસેનાના મંત્રી અનિલ પરબને ઈડીની નોટિસ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદેસર લડાઈ કાયદાથી જ લડીશુઃ સંજય રાઉત

શિવસેનાના વધુ એક નેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની અડફેટે ચઢ્યા છે. રાજ્યના પરિવહન મંત્રી અને રત્નાગિરિના પાલકમંત્રી અનિલ પરબને ઈડી દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વીટ થકી આ માહિતી રવિવારે આપી હતી. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની કોંકણમાં ધરપકડ કર્યા પછી વેરવૃત્તિથી પરબને નોટિસ બજાવવામાં આવી છે. હવે અમે કાયદેસર લડાઈ કાયદાથી જ લડીશું, એમ રાઉતે જણાવ્યું છે. રાઉતે આ માહિતી આપવા સાથે સૂચક વિધાન કર્યું છે. મંત્રી અનિલ પરબને ઈડીએ નોટિસ આપ્યા પછી રાઉતે શાબ્બાસ એવી પ્રતિક્રિયા આપીને કેન્દ્ર સરકાર પર ટીકા કરી છે.

જન આશીર્વાદ જત્રાની પૂર્ણાહુતિ થતાં જ અપેક્ષા અનુસાર અનિલ પરબને ઈડીની નોટિસ બજાવવામાં આવી છે. ઉપરની સરકાર કામે લાગી છે. ધરતીકંપનું કેન્દ્રબિંદુ રત્નાગિરિમાં હતું. પરિવહન મંત્રી પરબ રત્નાગિરિના પાલકમંત્રી છે, એમ જણાવીને કૃપા કરીને ઘટનાક્રમ સમજી લો એમ કહીને રત્નાગિરિમાં નારાયણ રાણેની ધરપકડ કરવાને કારણે જ આ કાર્યવાહી કરવામાં આવી છે એવું સૂચક વિધાન રાઉતે કર્યું છે. જોકે કાયદેસર લડાઈ કાયદાથી જ લડીશું, એમ પણ રાઉતે જણાવ્યું હતું.પરિવહન મંત્રી અનિલ પરબ સારું કામ કરનારા નેતા છે.

આવા મંત્રીને ઈડીની નોટિસ બજાવવી તે ગંદું રાજકારણ છે, એવી પ્રતિક્રિયા શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે વ્યક્ત કરી છે. મને ભાજપની દયા આવે છે. ભાજપના નેતા શું ધોયેલા ચોખા જેવા સાફ છે, એવો પ્રશ્ન કરીને મહારાષ્ટ્રની અસ્તિમતાને ઠેસ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

પરબ લક્ષ્ય શા માટે બન્યા : નોંધનીય છે કે સ્વાતંત્ર્ય દિવસના ભાષણમાં ઠાકરેએ દેશના સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવને હીરક મહોત્સવ તરીકે સંબોધ્યો હતો, જે પરથી રાણેએ હું હોત તો થપ્પડ મારી દેત એવી ભાષા કરતાં વિવાદ ઊભો થયો હતો. આ પછી રાણે સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરાઈ હતી. આ ધરપકડ પાછળ પરબની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોવાનું બહાર આવ્યું હતું. આથી તેમને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે.

આ નેતા પર પણ ઈડીની કાર્યવાહી
હાલમાં શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈક પર પણ ઈડી દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. મની લોન્ડરિંગ કેસમાં સરનાઈક અને તેમના પુત્રોની તપાસ ચાલી રહી છે. તેમની અનેક વાર ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આને કારણે થોડા સમય પૂર્વે તેમણે પોતાના જ પક્ષના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આવી કાર્યવાહીઓથી બચવા માટે ભાજપ સાથે ફરી યુતિ કરવી જોઈએ એવું સૂચન કર્યું હતું. આ પછી તાજેતરમાં તેમણે એવું વિધાન કર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે હુંસાતુંસીમાં હું અને મારો પરિવાર મુસીબતમાં આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...