તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Economic Cycle Begins: Great Opportunity For Maharashtra In The Industrial World After The Koro Epidemic

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:અર્થચક્ર શરૂઃ કોરોના મહામારી પછી ઉદ્યોગવિશ્વમાં મહારાષ્ટ્રને મોટી તક

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 24,486 કારખાનાં શરૂ કરવા મંજૂરીઃ 6.50 લાખ શ્રમિકો કામે જોડાયા

રાજ્યમાં ગ્રીન ઝોન ઘોષિત કરવામાં આવેલા ભાગોમાં અર્થચક્ર ફરી એક વાર શરૂ થયું છે. આ ભાગોમાં હમણાં સુધી 57,745 ઉદ્યોગોને કામકાજ શરૂ કરવા માટે પરવાનગી આપી છે. તેમાંથી 24,745 કારખાનાં શરૂ થયાં છે અને તેમાં 6.50 લાખ શ્રમિકોએ કામ શરૂ કર્યું છે, એમ ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈએ સોમવારે જણાવ્યું હતું. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કંપનીઓ સાથે વાટાઘાટ કરતું હોઈ કોરોનાના સંક્રમણ પછી ઉદ્યોગવિશ્વમાં મહારાષ્ટ્રને મોટી તક છે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.મરાઠા ચેમ્બર્સ ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રી એન્ડ એગ્રિકલ્ચર વતી આયોજિત વેબિનારમાં દેસાઈએ ભાગ લીધો હતો. આ સમયે બોલતાં કોરોનાના સંકટમાં ઉદ્યોગધંધા ચાલુ રહે તે માટે કયાં પગલાં લેવામાં આવી રહ્યાં છે, પ્રતિબંધિત ક્ષેત્રમાં કોઈ અડચણો છે કે કેમ તેની પર મહત્ત્વની વિગતો આપી હતી. ઉદ્યોગોની બાબતે સરકારની ભૂમિકા શું છે તે પણ સ્પષ્ટ કર્યું હતું. ખાસ કરીને માઈક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગો સહિત વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના 500થી વધુ પ્રતિનિધિઓએ આ ઓનલાઈન ચર્ચાસત્રમાં ભાગ લીધો હતો.

કોરોનાના સંક્રમણ પછી ઉદ્યોગવિશ્વમાં મહારાષ્ટ્રને મોટી તકો છે, એમ દેસાઈએ જણાવ્યું
દેશ અને રાજ્યનું અર્થચક્ર ચાલુ રહેવું જોઈએ તે માટે પ્રયાસ ચાલુ છે. તેને સફળતા પણ મળી રહી છે. કોરોનાને લીધે જે ક્ષેત્ર પ્રતિબંધિત થયાં છે ત્યાં ઉદ્યોગ- વ્યવસાય શરૂ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. અર્થાત આપણી પ્રથમ લડાઈ કોરોના સાથે હોવાથી તે ધ્યાનમાં રાખીને જ આગામી પગલાં લેવામાં આવી રહ્યાં છે, એમ દેસાઈએ જણાવ્યું હતું. ઉદ્યોગોને વીજ બિલની બાબતમાં દિલાસો આપવામાં આવ્યો છે. ઉદ્યોગપતિઓએ ફિક્સ્ડ ડિમાન્ડ ચાર્જીસને બદલે જેટલો વીજ વપરાશ થાય તેટલા જ યુનિટનાં બિલ વસૂલ કરવાનું મહાવિતરણે શરૂ કર્યું છે. ચીનમાંથી અનેક કંપની આવવા ઉત્સુક : ચીનમાંથી અનેક કંપનીઓ પોતાનું ઉત્પાદન કેન્દ્ર હટાવવાનું વિચારી રહી છે. આ પાર્શ્વભૂમિમં રાજ્યમાં વિદેશી રોકાણ આવે તે માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની વાટાઘાટો શરૂ થઈ છે. અમેરિકા, ઈન્ગ્લેન્ડ, જર્મની, જાપાન, તાઈવાન, સાઉથ કોરિયા ખાતે પ્રતિનિધિ ઉદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા ચાલુ છે. ટૂંક સમયમાં જ તે બાબતે ચિત્ર સ્પષ્ટ થશે. વિદેશી કંપનીઓ સાથે ચર્ચા- વાટાઘાટ ચાલુ છે, એવી નોંધ કરીને કોરોનાના સંક્રમણ પછી ઉદ્યોગવિશ્વમાં મહારાષ્ટ્રને મોટી તકો છે, એમ દેસાઈએ જણાવ્યું હતું.

મહાસંચાલક પ્રશાંત ગિરબનેએ ચર્ચાસત્રમાં ભાગ લીધો
કારખાનાં શરૂ થવાની અને કામ પર હાજર થનારા શ્રમિકોની સંખ્યા વધી રહી છે. આ એક હકારાત્મક બાબત હોઈ હવે નવા બળ સાથે આવનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર થઈ જવું. સંકટ સાથે તક પણ આવતી હોય છે તે ધ્યાન રાખો એમ દેસાઈએ જણાવ્યું હતું. આ સમયે ઉદ્યોગ વિભાગના સચિવ બી વેણુગોપાલ રેડ્ડી, મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. પી. અનબલગન, એમસીસીઆઈએના અધ્યક્ષ પ્રદીપ ભાર્ગવ, મહાસંચાલક પ્રશાંત ગિરબનેએ ચર્ચાસત્રમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો