સારવાર:ઈસીએમઓ થેરપીથી કોરોનાગ્રસ્ત ફેફસા પુનઃકાર્યાન્વિત

મુંબઇ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના દર્દીઓનાં ફેફસાનું કાર્ય ફરીથી પૂર્વવત કરવા માટે ઈસીએમઓ (એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન)ના ઉપયોગે હકારાત્મક પરિણામ આપ્યાં છે. ખાસ કરીને એપોલો હોસ્પિટલ્સમાં 2010થી આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે અને કોરોનાની બીજી લહેરમાં ભારતમાં તેણે સૌથી વધુ દર્દીઓ પર આ પ્રક્રિયા અજમાવીને તેમને જીવનદાન આપ્યું છે.

સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરેસિક એન્ડ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. પોલ રમેશે જણાવ્યું કે ડિસ્ચાર્જ પૂર્વે ઈસીએમનો સરેરાશ સમયગાળો 60 દિવસ છે. ઈસીએમઓ દર્દીઓનો જીવિત રહેવાનો હાલનો દર (6 મહિના સુધી) 73.9 ટકા છે, જે વૈશ્વિક સરેરાશથી 40-50 ટકા વધુ છે. અમારે ત્યાં સૌથી પ્રભાવશાળી પરિણામોમાં એવા દર્દીઓનો સમાવેશ છે જે 116 દિવસ સુધી ઈસીએમઓ પર હતા, રિકવરી થાય ત્યાં સુધી ઈસીએમઓ પર રાખવાનો આ સૌથી વધુ સમયગાળો છે.

અન્ય સમાચારો પણ છે...