ઉદઘાટન:અગાઉ પ્રકલ્પોનું ઉદઘાટન ક્યારે થતું તે સમજાતું પણ નહોતુઃ મોદીનો ટોણો

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાષણ મરાઠીમાં શરૂ કરીને સૌનાં મન જીત્યાઃ ટિકિટ કાઢીને મેટ્રોમાં પ્રવાસ કર્યૉ

વિવિધ ઉપક્રમોના ઉદઘાટન માટે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પુણેમાં આવ્યા હતા. ઉદઘાટન પછી એમઆઈટી ખાતે સભા યોજાઈ હતી. ભાષણની શરૂઆત મરાઠીમાં કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા જ્યોતિબા ફુલે, સાવિત્રીબાઈ ફુલે, મહર્ષિ કર્વેના કર્તૃત્વથી પાવન ઝાલેલ્યા પુણ્યભૂમિતીલ માઝ્યા બંધુભગિનીંના નમસ્કારએમ કહીને મોદીએ પુણેગરાનું અભિવાદન કર્યું હતું. આ પછી વિરોધીઓનીટીકા પણ કરી હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસનું આંદોલન
રાષ્ટ્રવાદી કોંગ્રેસનું આંદોલન

અગાઉ પ્રકલ્પોનું ભૂમિપૂજન થતું હતું. જોકે પછી ઉદઘાટન ક્યારે થતું તેની માહિતી પણ નહોતી પડતી. પ્રકલ્પ સમયસર પૂરા થવાનું જરૂરી છે. ગત દેવેન્દ્ર ફડણવીસ સરકાર આ પ્રકલ્પમાં ધ્યાન આપતી હતી (વર્તમાન સરકારનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું. હાલમાં પુણેમાં રૂ. 1100 કરોડના પ્રકલ્પ થઈ રહ્યા છે. આ પ્રકલ્પ સમયસર પૂરા કરવામાં આવી શકે છે.

કેન્દ્ર સાર્વજનિક ટ્રાફિક વ્યવસ્થા પર ગંભીરતાથી ધ્યાન આપીર રહ્યું છે. દેશભરમાં મેટ્રો પ્રકલ્પ લાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાગપુરમાં મેટ્રોનું નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. દેશનાં શહેરોમાં વધુમાં વધુ ઈલેક્ટ્રિક બસ, ઈલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રિક વાહનો લાવવા પર અમારો ભાર છે. આથી પ્રદૂષણ મોટે પાયે ઓછું થઈને પર્યાવરણનું સંવર્ધન થશે. આ સમય રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, ફડણવીસ, રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર હાજર હતા.

આ સાથે મહાપાલિકા સંકુલમાં છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાનું અનાવરણ કર્યું હતું. દરમિયાન આ મુલાકાતમાં 100 નવી ઈલેક્ટ્રિક બસ, આરકે લક્ષ્મણ આર્ટ ગેલેરી- સંગ્રહાલયના ઉદઘાટન સાથે મુળા- મુઠા નદી સુધાર યોજના અને અન્ય અનેક વિકાસ પ્રકલ્પોનો શિલારોપણ વિધિ પણ કર્યો હતો. ઉપરાંત સિમ્બાયોસિસ યુનિવર્સિટીના સુવર્ણ સમારંભમા પણ ભાગ લીધો હતો, જ્યાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો.

રાષ્ટ્રવાદી કોંગ્રેસનું આંદોલન
દરમિયાન રાષ્ટ્રવાદીના કાર્યકરોએ પુણે સ્ટેશનમાં ડો. બાબાસાહેબ આંબેડકરના પૂતળા સામે મૂક આંદોલન કર્યું હતું. તેમણે કાળાં કપડાં અને કાળો માસ્ક પહેરીને મોદીનો વિરોધ કર્યો હતો. વડા પ્રધાન દેશના નથી, પરંતુ ભાજપના છે. આગામી મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ તે વિકાસકામોનું ઉદઘાટન કરી રહ્યા છે, એમ પણ તેમમે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...