તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની પોઝિટિવ અસર:લોકડાઉનના સમયગાળામાં મુંબઈમાં ટીબીના 30 % દર્દીઓ ઓછા થયા

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંબઈમાં 2020માં કોવિડ-19 રોગચાળાના કારણે લોકડાઉન લાગુ કરવું પડ્યું. પણ એના લીધે શહેરમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો અહેવાલ જાહેર થયો છે. 2020માં ટીબીના દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો થયાની નોંધ કરવામાં આવી છે. 2019માં મુંબઈમાં કુલ 60,597 ટીબીના દર્દીઓ હતા જેમાં 2020માં ઘટાડો થતા 43,464 દર્દીઓની નોંધ કરવામાં આવ્યા હોવાની માહિતી મુંબઈ મહાપાલિકાએ આપી હતી. ઉપરાંત કોવિડનું સંક્રમણ થયેલા ટીબીના ફક્ત 241 દર્દીઓ નોંધવામાં આવ્યા હોવાનું પણ મહાપાલિકાએ જણાવ્યું હતું.

ટીબી પર નિયંત્રણ મેળવવા માટે મુંબઈના કુલ 3 વોર્ડને કેન્દ્ર સરકાર તરફથી ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. પરેલમાં છેલ્લા પાંચ વર્ષમાં ટીબીના દર્દીઓમાં 40 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ જ પાર્શ્વભૂમિ પર પરેલ વોર્ડને ટીબી પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર તરફથી સિલ્વર મેડલ જાહેર કરવામાં આવ્યું છે. ઘાટકોપર, પ્રભાદેવી અને ગ્રાન્ટ રોડ વિભાગને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યું છે. 2025 સુધી ટીબીના રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય ભારતે રાખ્યું છે.

દરમિયાન કોરોનાને લીધે ટીબીના દર્દીઓ પર ઘણી અસર થશે અને ટીબીના દર્દીઓ વધશે એવી આશંકા શરૂઆતમાં વ્યક્ત કરવામાં આવી હતી. પણ આંકડાઓ જોતા પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું દેખાયું છે. 2020માં મુંબઈમાં કુલ 13,155 ટીબીના દર્દીઓમાંથી ફક્ત 241ને કોરોનાનું સંક્રમણ થયું હતું. તેથી મુંબઈ માટે આ એક સારી બાબત છે. છેલ્લા ત્રણ મહિનામાં ટીબી હોવાને લીધે કોરોનાનો એક પણ દર્દી મૃત્યુ પામ્યો નથી. 2021માં એટલે કે છેલ્લા બે મહિનામાં ટીબીના કુલ 1956 દર્દીઓમાંથી 41 દર્દીઓ કોરોના પોઝિટિવ જણાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો