તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના:કોરોના મહામારી દરમિયાન મહારાષ્ટ્રમાં 12,000 બાળકોએ એક જ્યારે 401એ બંને વાલી ગુમાવ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાથી રાજ્યમાં 12,000 બાળકોએ એક માતા- પિતામાંથી કોઈ એકને અને 401 બાળકોએ માતા- પિતાને ગુમાવી દીધા છે. કોરોનાકાળમાં અનાથ થયેલા આ બાળકો માટે રાજ્ય સરકારે આગેવાની લીધી છે. આવા બાળકો માટે પ્રોજેક્ટ મુંબઈ અને ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટી દ્વારા રાજ્ય સરકાર સાથે કરાર કરવામાં આવ્યા છે. આના ભાગરૂપે આ બાળકોનો આગામી ત્રણ વર્ષનો શિક્ષણનો ખર્ચ આ સંસ્થાઓ ઉઠાવા, એવી માહિતી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી યશોમતી ઠાકુરે મંગળવારે આપી હતી.

કોરોનાકાળમાં માતા- પિતાનું છત્ર ગુમાવેલા અનાથ બાળકોનો ત્રણ વર્ષનો શિક્ષણનો ખર્ચ સરકાર અને આ સંસ્થાઓ દ્વારા ઉઠાવવામાં આવશે. ઉપરાંત માનસિક આધાર આપવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે. બંને વાલી ગુમાવનાર બાળકોને ટેકનોલોજીની મદદ પણ સરકાર દ્વારા અપાશે. તેમને સાઈકલ, મોબાઈલ, લેપટોપ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...