સાઈકલ માટે એડવાન્સ બુકિંગ:કોરોનાના સમયમાં મુંબઈમાં સાઈકલની માગમાં વધારો થયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયાત કરેલી સાઈકલ માટે 6 મહિનાથી એક વર્ષનું એડવાન્સ બુકિંગ

કોરોનાના સંકટ સમયમાં વ્યાયામ વિશે વધેતી જાગૃતિ અને ઈંધણના વધતા દરની પાર્શ્વભૂમિ પર સોંઘા પર્યાવરણપૂરક પ્રવાસના સાધનોને મળી રહેલ અગ્રતાને લીધે થોડા મહિનાઓથી મુંબઈ મહાનગર ક્ષેત્રમાં સાઈકલની માગમાં વધારો થયો છે. એ સાથે જ ખાસ પ્રકારની આયાત કરવામાં આવતી સાઈકલ ઉપલબ્ધ ન હોવાથી ગ્રાહકોએ છ મહિનાથી લઈને એક વર્ષ એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે. ઉત્તમ દરજ્જાની અને દૂરના પ્રવાસ માટે ઉપયોગી થનાર તથા સરખામણીએ મોંઘી રોડ બાઈક્સની માગણી કોરોનાના સમયમાં 30 થી 40 ટકા વધી હોવાની માહિતી મુંબઈ અને થાણેના વિક્રેતાઓએ આપી હતી.

માગની સરખામણીએ પુરવઠો ઓછો હોવાથી ખાસ પ્રકારની સાઈકલ માટે ગ્રાહકોએ વેઈટિંગ લીસ્ટ પર રહેવું પડે છે એમ વિક્રેતાઓ જણાવે છે. કોરોનાને લીધે લોકડાઉન લાગુ થયા બાદ સાઈકલ ચલાવવા જેવા મહત્ત્વનો વ્યાયામ અનેક લોકોએ પસંદ કર્યો. લોકડાઉનના સમયમાં નાના-મોટા તમામ જિમ બંધ થયા તેથી વ્યાયામપ્રેમીઓએ તેમ જ આરોગ્ય માટે જાગૃત નાગરિકોએ સરખામણીએ સહેલો અને સહેલાઈથી કરી શકાય એવો સાઈકલિંગનો વ્યાયામ શરૂ કર્યો. પરિણામે સાઈકલની માગમાં વધારો થયો એમ સાઈકલ વિક્રેતાઓ જણાવે છે.

સાઈકલની અછત શા માટે છે?
એમટીબી અને રોડ બાઈક સાઈકલ મુખ્યત્ત્વે તાઈવાન અને ચીનથી આયાત કરવામાં આવે છે. કેટલાક મહિનાઓથી આયાત ઘણી ઓછી થઈ છે. મુંબઈ અને મહાનગરોમાં આ પ્રકારની સાઈકલનો પુરવઠો ઓછો હોવાથી ત્રણ-ચાર મહિને માંડ 90 થી 100 સાઈકલ ઉપલબ્ધ થાય છે. તેથી અછત વર્તાઈ રહી છે. કેટલીક મોંઘી સાઈકલ અને ચોક્કસ કંપનીની સાઈકલ માટે ગ્રાહકોએ બેથી ચાર મહિના તો કેટલાકને 2022ની તારીખ આપવામાં આવી છે.

દેશમાં ચેન્નઈ, લુધિયાણા અને પુણેમાં આવી કેટલીક સાઈકલનું ઉત્પાદન કરવામાં આવે છે. લોકડાઉનના લીધે આ વ્યવસાયિકોનું અને પુરવઠો કરનારાનું આર્થિક ગણિત ખોરવાયું. તેથી માગ હોવા છતાં જોઈએ એટલા પ્રમાણમાં સાઈકલ પૂરી પાડવી શક્ય થતું નથી એવી માહિતી આ ક્ષેત્રના વ્યવસાયિકો આપે છે. ઘણા ઉત્પાદકો સાઈકલ પૂરી પાડવા રૂપિયા એડવાન્સમાં લે છે. તેથી ખાસ પ્રકારની સાઈકલનું એડવાન્સ બુકિંગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...