તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Due To The Special Session, The First Dose Of Vaccine Will Not Be Available For Free In Mumbai Today

બીજા ડોઝ માટે સત્ર:વિશેષ સત્ર હોવાથી આજે મુંબઈમાં રસીનો પ્રથમ ડોઝ મફત નહીં મળે

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તમામ સરકારી અને મહાપાલિકા રસીકરણ કેન્દ્રોમાં બીજા ડોઝ માટે સત્ર

કોવિડ-19 વાયરસનો ફેલાવો ફરીથી ન વધે એ માટે દરેક નાગરિકે રસીના બે ડોઝ લેવા જરૂરી છે. આ બાબત ધ્યાનમાં લેતા મુંબઈના તમામ સરકારી અને મહાપાલિકા રસીકરણ કેન્દ્રોમાં શનિવાર 4 સપ્ટેમ્બર 2021ના કોવિડ-19ની રસીનો બીજો ડોઝ લેનાર લાભાર્થીઓ માટે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી આ દિવસે રસીનો પ્રથમ ડોઝ કોઈને પણ આપવામાં નહીં આવે. પ્રથમ ડોઝ જેમને લેવાનો છે તેઓ ખાનગી રસીકરણ કેન્દ્રમાં નિર્ધારિત શુલ્ક ચુકવીને લઈ શકશે. મુંબઈ સહિત ભારતમાં કોવિડ-19 વાયરસના સંક્રમણને રોકવા માટે કોવિડની રસી ઉપલબ્ધ થઈ છે.

એ પ્રમાણે રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 16 જાન્યુઆરી 2021થી મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં તબક્કાવાર રસીકરણ ચાલુ છે. આ રસીકરણ કાર્યક્રમમાં 1 સપ્ટેમ્બર 2021 સુધી 69,26,255 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અને 25,17,613 લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ આંકડાઓ પરથી દેખાય છે કે પ્રથમ ડોઝની સરખામણીએ બીજો ડોઝ લેનાર લાભાર્થીઓનું પ્રમાણ ઓછું છે. બ્રેક ધ ચેન અંતર્ગત નવેસરથી સુધારેલા ધોરણ જાહેર કરવામાં આવ્યા છે. એમાં સાર્વજનિક પ્રતિબંધો હળવા થતા વિવિધ આસ્થાપનાઓ શરૂ થયા છે. બંને ડોઝ લેનાર લાભાર્થીઓને ઉપનગરીય ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...