તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:લોકલબંધીથી પ્રવાસીઓ રેલવે કર્મચારીઓ પર ગુસ્સો ઉતારે છે

મુંબઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારે કોરોના પ્રતિબંધોમાં છૂટ આપી હોવાથી મુંબઈગરાઓનો પ્રવાસ ઘીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે. રોજિદા વ્યવહાર શરૂ કરવાની છૂટ મળી છે છતાં લોકલ પર બંધી યથાવત હોવાથી સામાન્ય નાગરિકો અને રેલવે કર્મચારીઓ વચ્ચે તુતુમૈંમૈં થઈ રહી છે. અનેક વખત આ વિવાદ ઊગ્ર બનતા મારપીટની ઘટનાઓ બનતી હોવાની આંચકાજનક માહિતી પ્રકાશમાં આવી છે.

ઘરોની ઉપર પતરા લગાડવાનું કામ કરતી એક વ્યક્તિને કુર્લાથી પનવેલ પ્રવાસ કરવો હતો. એના માટે એ કુર્લા સ્ટેશનની ટિકિટબારી પર ગયો તો અત્યાવશ્યક સેવામાં ન હોવાથી ટિકિટ નહીં મળે એમ કર્મચારીએ જણાવ્યું. વિનંતી કરવા છતાં ટિકિટ મળતી ન હોવાથી આખરે પ્રવાસી અને કર્મચારી વચ્ચે ઝઘડો થયો. આખરે રેલવે પોલીસે મધ્યસ્થી કરીને આ વિવાદ શાંત કર્યો. લોકડાઉનમાં પહેલાં જ આવક નથી. હવે ચોમાસુ માથે છે ત્યારે રૂપિયા કમાવાની તક મળી તો રેલવે તરફથી ટિકિટ આપવામાં આવતી નથી. ટિકિટ વિના પ્રવાસ કરીએ તો ટીસી દંડ કરે છે.

હજી કેટલા સમય સુધી મધ્ય રેલવે તરફથી આ જોહુકમી ચાલુ રહેશે એવા શબ્દોમાં સંબંધિત વ્યક્તિએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે સામાન્ય પ્રવાસીઓને લોકલમાં પ્રવાસ કરવાની છૂટ આપી નથી. અત્યારે ફક્ત અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને જ ઓળખપત્ર દેખાડ્યા બાદ જ ટિકિટ આપવામાં આવે છે. કોરોના પ્રતિબંધો હળવા કરતા સામાન્ય પ્રવાસીઓને ટિકિટ આપવા બાબતે મહાપાલિકા કે રાજ્ય સરકારે હજી કોઈ સૂચના આપી નથી એમ મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...