સર્વેક્ષણનું તારણ:કોન્ક્રીટના જંગલને લીધે મુંબઈમાં ગરમીનો પારો બે ટકા જેટલો વધ્યો

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત બદલાતા વાતાવરણ પર વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણનું તારણ

તાજેતરમાં ઓક્ટોબર હિટને લીધે મુંબઈગરા પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે. મુંબઈમાં બાંધકામ ક્ષેત્રમાં 66 ટકાનો થયેલો વધારો અને જમીન વપરાશની પદ્ધતિમાં બદલાવને લીધે મુંબઈમાં અર્બન હિટ આઈલેન્ડ ઈફેક્ટ જણાવા લાગી છે. આને કારણે મુંબઈનું તાપમાન સરેરાશ કરતાં બે ડિગ્રી સેલ્સિયસ વધુ ગયું હોવાનું અભ્યાસમાં તારણ નીકળ્યું છે.

નવી દિલ્હીની જમિયા મિલિયા ઈસ્લામિયા વિદ્યાપીઠનો નેચરલ સાયન્સીસ વિભાગ, હૈદરાબાદમાં ઉસ્માનિયા વિદ્યાપીઠ અને ઉત્તર પ્રદેશમાં અલીગડ મુસ્લિમ વિદ્યાપીઠના અભ્યાસુઓએ અર્બન હિટ આઈલેન્ડ ડાઈનેમિક્સ ઈન રિસ્પોન્સ ટુ લેન્ડ- યુઝ- લેન્ડ- કવર ચેન્જ, ઈન ધ કોસ્ટર સિટી ઓફ મુંબઈ નામે અભ્યાસના અહેવાલમં આ વાસ્તવિકતા રજૂ કરી છે. આ અહેવાલ ઈન્ડિયન રિમોટ સેન્સિંગ જર્નલમાં પ્રકાશિત થયો છે.

મુંબઈએ 1991થી 2018 દરમિયાન 81 ટકા ખુલ્લી જગ્યા, 40 ટકા લીલોતરી અને આશરે 30 ટકા જળ ક્ષેત્ર ગુમાવ્યું હોવાનું તાજેતરમાં કરાયેલા અભ્યાસમાં બહાર આવ્યું છે. જોકે આ જ સમયગાળા દરમિયાન બાંધકામના ચોરસફૂટમાં 66 ટકાનો વધારો થયો છે. આને કારણે જ મુંબઈમાં તાપમાનમાં વધારો થયો હોવાનું તારણ આ અભ્યાસમાં કાઢવામાં આવ્યું છે.

અશાશ્વક વિકાસ પણ જવાબદાર
ઓક્ટોબર હિટને લીધે થઈ રહેલી ઘાલમેલ માટે ફક્ત વાતાવરણ બદલાવને દોષ આપીને ચાલશે નહીં પરંતુ તેજ ગતિથી થઈ રહેલા શહેરીકરણ સાથે અશાશ્વત વિકાસ અને લીલોતરી ઓછી થવાને લીધે છેલ્લા ત્રણ દાયકામાં મુંબઈગરા વધતા તાપમાનની તીવ્રતાનો સામનો કરી રહ્યો છે. વધતી ગરમીને લીધે શહેરના રહેવાસીઓનું આરોગ્ય સંબંધી જોખમ પણ વધવાની શક્યતા છે.

લીલોતરી નષ્ટ થવાની અસર
મુંબઈમાં ઉષ્ણતામાં થઈ રહેલા વધારાનો સંબંધ શહેરની હરિત આચ્છાદન ઓછું થઈ રહ્યું હોઈ મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે બહુ મોટે પાયે લીલોતરી નષ્ટ કરવામાં આવી છે, એમજમિયા મિલિયા ઈસ્લામિયા વિદ્યાપીઠના નેચરલ સાયન્સીસના પ્રા. અતિક- ઉર- રહમાને જણાવ્યું હતું. દરમિયાન ઘરની અગાશી પર બગીચો વધારવો, ઈમારતો માટે કાચનો ઉપયોગ ટાળવો, છત પર શહેરી ખેતીને પ્રોત્સાહન વગેરેથી ગરમી પર માત આપી શકાય છે એવું નિષ્ણાતનું સૂચન છે.

અન્ય સમાચારો પણ છે...