તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળાશય:ભારે વરસાદને લઈ મુંબઈગરાને જુલાઈ સુધી ચાલે તેટલું પાણી

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવારે અતિવૃષ્ટિ અને ત્યાર પછી અલપઝલપ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હોવાથી મુંબઈગરાએ ગરમીથી છુટકારો મેળવ્યો છે, જેની સાથે મુંબઈને પાણી પુરવઠો કરતાં જળાશયોમાં પણ અતિભારે વરસાદ પડવાને લીધે મુંબઈગરાનું જુલાઈ મહિના સુધી પીવાના પાણીનું ટેન્શન મટી ગયું છે. જો આગામી દિવસોમાં આ રીતે જ વરસાદ ચાલુ રહેશે તો આખા વર્ષની પાણીની ચિંતા મટી જાય એવી શક્યતા છે.

મુંબઈને પાણીપુરવઠો કરતાં સાત જળાશયોમાં હાલમાં 1,85,971 મિલિયન લિટર પીવાલાયક પાણી છે. 2020માંતે1,87,603 મિલિયન લિટર હતું, જ્યારે 2019માં 1,11,080 મિલિયન લિટર હતું. મુંબઈમાં આ જળાશયોમાંથી રોજ 3800 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે.અપ્પર વૈતરણાની છલવાની સપાટી 603.51 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 595.44 મિલિયન લિટર પાણી છે. હમણાં સુધી તેમાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. મોડકસાગરની છલકાવાની સપાટી 163.15 મિલિયન લિટર સામે હાલ તેમાં 151.46 મિલિયન લિટર પાણી છે, જેમાં હમણાં સુધી 11 ઈંચ વરસાદ પડ્યો છે.

તાનસામાં સૌથી ઓછો વરસાદ
તાનસાની છલકાવાની સપાટી 128.63 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 118.87 મિલિયન લિટર પાણી છે, જેમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. તાનસાની છલકાવાની સપાટી 128.63 મિલિયન લિટર હોઈ હાલ તેમાં 118.87 મિલિયન લિટર પાણી છે, જેમાં નવ ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય વૈતરણાની છલકાવાની સપાટી 285.00 મિલિયન લિટર છે, જેમાં હાલ 220.00 મિલિયન લિટર પાણી છે, જેમાંછ ઈંચ વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...