તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:શિવરી રેલવે સ્ટેશને નશામાં ચકચુર યુવકે ધીંગાણુ મચાવ્યું, એનાઉન્સર અને પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

શિવરી રેલવે સ્ટેશનમાં દારૂ પીને ધીંગાણું મચાવનારા યુવકે મહિલા એનાઉન્સર પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. આ યુવકના હાથમાં ચાકુ હતું. એણે રેલવે સ્ટેશન કાર્યાલયમાં મહિલા કર્મચારી પર હુમલો કર્યો હતો. સોમવારે સવારે આ આંચકાજનક ઘટના બની હતી. હાથમાં ચાકુ લઈને સ્ટેશન પરિસરમાં ધીંગાણું કર્યું હતું. નશામાં ધૂત 22 વર્ષના આ યુવાનો મહિલા એનાઉન્સર પાસે દારૂની માગણી કરી હતી. ઉપરાંત એના પર હુમલો કર્યો હતો. આ મહિલાએ માંડ માંડ એનાથી છૂટકારો કર્યો હતો. એને કોઈ ઈજા થઈ નહોતી. એણે રેલવે પોલીસને તરત માહિતી આપી હતી એમ રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું.

એ પછી ત્યાં પહોંચેલા રેલવે પોલીસ કોન્સ્ટેબલ પર પણ આ યુવાને હુમલો કર્યો હતો. આ ઘટનાથી રેલવે સ્ટેશનમાં થોડા સમય માટે અંધાધૂધ મચી ગઈ હતી. રેલવે સ્ટેશનમાં એક યુવક હાથમાં ચાકુ લઈને ફરતો હોવાથી પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. રેલવે પોલીસે આ યુવકને તાબામાં લીધો હતો અને રેલવે સ્ટેશન માસ્તરના કાર્યાલયમાં લઈ ગયા હતા. ત્યાં પણ એણે ધીંગાણુ મચાવ્યું હતું અને કાર્યાલયમાં તોડફોડ કરી હતી. એ પછી આ યુવકને રેલવે પોલીસની જેલમાં રવાના કરવામાં આવ્યો હતો. આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો