તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનસીબીની કાર્યવાહી:એજાઝ ખાન પછી અભિનેતા ગૌરવ દીક્ષિતના ફ્લેટમાંથી ડ્રગ મળી આવ્યું

મુંબઈ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એનસીબીએ લોખંડવાલામાં દરોડા પાડવાના થોડા સમય પૂર્વે જ ગૌરવ અને તેની પ્રેમિકા ફરાર

નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઇ યુનિટ દ્વારા ડ્રગ તપાસના સંબંધમાં આ અઠવાડિયાની શરૂઆતમાં ધરપકડ કરાયેલ અભિનેતા એજાઝ ખાનની પૂછપરછમાં વધુ એક ટીવી અભિનેતાની ભૂમિકા સામે આવી છે.એજાઝની માહિતી પરથી એનસીબીએ શુક્રવારે રાત્રે લોખંડવાલામાં ટીવી અભિનેતા ગૌરવ દીક્ષિતના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. આ સમયે તેના ફ્લેટમાંથી ડ્રગ કબજે કરવામાં આવ્યું હતું. અભિનેતા અને તેની વિદેશી મૂળની પ્રેમિકા દરોડાની થોડી મિનિટો અગાઉ જ ત્યાંથી નાસી ગયાં હતાં. એનસીબી બંનેને શોધી રહી છે.

દરમિયાન ગૌરવ દીક્ષિતના ફ્લેટ પરથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. ઉપરાંત તેનું લેપટોપ પણ જપ્ત કરાયું છે. ગૌરવે અંધેરીના લોખંડવાલા ફ્લેટમાં ડ્રગ્સ પેકેજિંગની કંપની ખોલી હતી અને ફ્લેટમા઼થી એનસીબીને પેકેજિંગ મશીનો અને અન્ય સાધનો પણ મળી આવ્યાં છે. અગાઉ શુક્રવારે એજાઝની પૂછપરછ બાદ મળી આવેલા કડીઓના આધારે નવી મુંબઈ અને જોગેશ્વરી વિસ્તારમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

એજાઝ ટીવી હસ્તીઓને ડ્રગ આપતો
એનસીબીના અધિકારીએ કહ્યું હતું કે એજાઝ મોટા ભાગે ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ડ્રગ્સ આપતો હતો. તે વ્હોટ્સએપમાં વોઈસ નોટ ફીચરનો ઉપયોગ કરતો હતો. ઓર્ડર મળતાં જ તે રેકોર્ડિંગ ડિલીટ કરી નાખતો. એજાઝ ડ્રગ્સ અંગે સિરિયલ તથા ફિલ્મનાં નામ પરથી બનેલા કોડમાં વાત કરતો હતો.

એજાઝની કસ્ટડી લંબાવાઈ
ડ્રગ કેસમાં ધરપકડ કરાયેલા ‘બિગ બોસ’ના ભૂતપૂર્વ સ્પર્ધક અને વિવાદાસ્પદ અભિનેતા એજાઝની એનસીબી કસ્ટડી 3 એપ્રિલે પૂરી થઈ હતી. કોર્ટે વધુ બે દિવસ એટલે કે પાંચ એપ્રિલ સુધી કસ્ટડી લંબાવી છે. ઉલ્લેખનીય છે કે, એજાઝની 30 માર્ચના રોજ ધરપકડ કરાઈ હતી. આ પછી એનસીબીની એક ટીમ તેને ઓફિસ લઇ જઇને પૂછપરછ કરી હતી.

આ પછી તેની ધરપકડ કરાઇ હતી અને તેને એનસીબીની કસ્ટડીમાં શુક્રવાર સુધી સોપવામાં આવ્યો હતો. એજાઝની પહેલાં મુંબઈના સૌથી મોટા ડ્રગ સપ્લાયર ફારુક બટાટાના દીકરા શાદાબ બટાટાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો