તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુવા વર્ગ અને બોલીવૂડ સહિત બંધાણીઓમાં જેનું સૌથી વધુ ઘેલું છે તે એમડી (મેફેડ્રોન) કે પાર્ટી ડ્રગનો તસ્કર આરીફ ભુજવાલાની પત્ની પાકિસ્તાની જઈ આવી હોવાની માહિતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની તપાસમાં બહાર આવી છે. આથી હવે આ દિશામાં તપાસ કેન્દ્રિત થઈ છે. તેનું પાકિસ્તાનમાં જવાનું નિમિત્ત, ત્યાંની મુલાકાતો વગેરે બાબતની એનસીબી ઊંડાણથી તપાસ કરી રહી છે.
ભુજવાલાની પત્ની દુબઈથી કરાચીમાં ગઈ હોવાની માહિતી હાથ લાગી છે. ભુજવાલા અને તેના સાગરીત ચિંકુ પઠાણના કુખ્યાત ડ્રગ તસ્કર કૈલાશ રાજપૂત સાથે પણ સંબંધ હોવાની માહિતી બહાર આવી છે. આ બંનેએ પશ્ચિમ એશિયામાં હવાલા દ્વારા કરેલા આર્થિક વ્યવહારોને લીધે પાકિસ્તાનની મુલાકાતને વધુ મહત્ત્વ પ્રાપ્ત થયું છે. આથી ભુજવાલાની પત્ની પાકિસ્તાનમાં શા માટે ગઈ હતી, ત્યાં કોને કોને મળી હતી તે બાબતની તપાસ હવે એનસીબીએ શરૂ કરી છે.નોંધનીય છે કે બે અઠવાડિયા પૂર્વે એનસીબીએ કોપરખૈરામે વિસ્તારમાંથી પઠાણની ધરપકડ કરી હતી. તે દાઉદ ઈબ્રાહિમનો વિશ્વાસુ છે. તેની તપાસમાં ભુજવાલાનું નામ સામે આવ્યું હતું. આને આધારે ડોંગરી ખાતે નૂર મંઝિલ ઈમારતમાં દરોડા પાડવામાં આવતાં ડ્રગ બનાવવાની આધુનિક લેબોરેટરી મળી આવી હતી. આ ઈમારતમાં અને આસપાસમાં સીસીટીવી કેમેરા એ રીતે ગોઠવવામાં આવેલા હતા કે લેબોરેટરીમાં બેઠેલા લોકોને કોઈ આવતું હોય તો તુરંત જાણ થઈ જતી, જેથી તેઓ છૂપા માર્ગેથી છટકી જતા હતા.
અગાઉ ક્રાઈમ બ્રાન્ચે પણ આ ઈમારતમા દરોડા પાડ્યા હતા, પરંતુ લેબોરેટરી મળી આવી નહોતી. જોકે આ વખતે એનસીબીએ યોજનાબદ્ધ રીતે ઊંડાણથી તપાસ કરી હતી, જેમાં લેબોરેટરી મળી આવી હતી. જોકે ભુજવાલા ત્યાંથી છટકી ગયો હતો. આ પછી ભુજવાલાને ભારે શોધખોળને અંતે રાયગઢ જિલ્લાના માણગાવ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે માણગાવ ખાતે પણ દાઉદની કેટલીક મિલકતો છે.
ભુજવાલાની કરોડોની મિલકતો
ડોંગરી ખાતે ભુજવાલાની લેબોરેટરીમાંથી રૂ. 2.25 કરોડની રોકડ, કરોડોનું તૈયાર એમડી ડ્રગ અને રસાયણો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી પછી ભુજવાલા, પઠાણની માલમતાની તપાસ શરૂ કરવામાં આવી છે. ભુજવાલા ડોંગરી, મુંબઈ સેન્ટ્રલ, વસઈ, મીરા રોડ વિસ્તારમાં કરોડોની મિલકતો ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. તેનાં છ બેન્ક ખાતાં ફ્રીઝ કરવામાં આવ્યાં છે. તેના દ્વારા આર્થિક વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.