તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ડ્રગ મિશ્રિત કેક - પેસ્ટ્રી વેચનારી સૂત્રધાર 20 વર્ષની કોલેજિયન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 1 વર્ષથી તે કેક વેચતી હતીઃ કોલેજમાં પણ વેચતી હોવાની શક્યતા

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ એકમ દ્વારા મલાડ પશ્ચિમના ઓર્લેમ ખાતે બેકરીમાં દરોડા પાડીને ડ્રગ મિશ્રિત યુક્ત કેક અને પેસ્ટ્રી વેચવા સંબંધે ધરપકડ કરવામાં આવેલા ત્રણ જણમાં 20 વર્ષની યુવતી સૂત્રધાર હોવાનું બહાર આવ્યું છે.

કેક, પેસ્ટ્રી સાથે અન્ય બેકરી ઉત્પાદનોમાં પણ ડ્રગ મિશ્રણ કરવાની તેમણે તૈયાર કરી હતી. આ ખાદ્યોમાં કેટલા પ્રમાણમાં ડ્રગ મિશ્રણ કરવું તે આ યુવતી નક્કી કરતી હતી. આ યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર પણ ફોટો શેર કર્યા હતા, જેમાં તેણેત્રણ વીડ બ્રાઉની તૈયાર કર્યા હોવાનું લખ્યું છે. તે કોલેજમાં ભણે છે. આથી કોલેજમાં પણ આ ડ્રગ મિશ્રિત પદાર્થો આપતી હોય તેવી શક્યતા છે. છેલ્લા 1 વર્ષથી યુવતી સહિત ત્રણેય આરોપીઓ આ ગોરખધંધો કરતા હતા.

એક કેક રૂ. 400થી રૂ. 1000માં વેચતા
બેકરીમાં આ ડ્રગ મિશ્રિત ખાસ કેક આરોપીઓ નંગ દીઠ રૂ. 400થી રૂ. 1000માં વેચતા હતા. બ્રાઉની વીડ પોટ કેક્સ થકી માદક પદાર્થનું સેવન કરવાનો યુવા પેઢીમાં આ નવો પ્રવાહ જોવા મળ્યો છે. આ કેકમાં જરૂર અનુસાર માદક પદાર્થ મિશ્રણ કરીને પછી બેક કરવામાં આવે છે. કેક બેક કરવ માટે એડિબલ વીડ ઉપયોગ કરવામાં આવતું હોય તેવા ભારતમાં આ પ્રથમ કેસ છે. આમ, અમે બ્રાઉની કેક બેક કરવાની આ પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...