કાર્યવાહી:નાંદેડ જિલ્લામાં ડ્રગ્સ બનાવવાનું કારખાનું પકડાયું: ત્રણની ધરપકડ

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનસીબી દ્વારા હેરોઈન બનાવવા માટેનો માલસામાન પણ જપ્ત કરાયો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી સક્રિય થયાછે. હવે તેમણે નાંદેડ જિલ્લામાં ડ્રગ્સ બનાવવાનું કારખાનું પકડી પાડ્યું છે. આ સંબંધે ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે. કોર્ડેલિયા ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી પકડી પાડ્યા પછી ટીકાનું નિશાન બનેલા વાનખેડેએ ડ્રગ્સ વિરોધી લડાઈને વધુ ઉગ્ર બનાવી હોય તેમ જણાય છે. તેમણે નાંદેડ જિલ્લાના કામઠા ખાતે સોમવારે દરોડા પાડીને ડ્રગ્સ બનાવવાનું એક કારખાનું પકડી પાડ્યું હતું.

આ સ્થળથી 111 કિગ્રા પોપી સ્ટ્રોલ, 1.4 કિલો ઓપિયમ, રૂ. 1.55 લાખની રોડ અને પોપી સીડ્સ દળવા માટે ઉપયોગ કરાતાં 2 યંત્રો જપ્ત કરવામાં આવ્યાં છે. આ પ્રકરણમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ડ્રગ્સ બનાવીને કોને વેચતા હતા, તેમની સાથે હજુ કોણ સંકળાયેલું છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

પોપી સ્ટ્રો શું છે
પોપી સ્ટ્રો (ખસખસનાં તણખલા) અનધિકૃત રીતે હેરોઈન બનાવવા માટેનો કાચો માલ છે. પોપી સ્ટ્રો અને ઓપિયમની આલ્કલોઈડ (નાઈટ્રોજન સંયોજિત પદાર્થ)ની રૂપરેખા એકસમાન છે, પરંતુ પ્રાથમિક તપાસ સૂચવે છે કે આલ્કલોઈડ્સના સંબંધિત ગુણો દ્વારા તે અજોડ હોઈ શકે છે. પોપી સ્ટ્રોને ઓપિયમ સ્ટ્રો, મોવ્ડ ઓપિયમ સ્ટ્રો, ક્રશ્ડ પોપી કેપ્સ્યુલ, પોપી ચાફ અથવા પોપી હસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સંપૂર્ણ પાકે ત્યારે લણણી કરાય છે, જે પછી યાંત્રિક માધ્યમથી સૂકવવામાં આવે છે, જે પછી તેમાંથી હેરોઈન બનાવવામાં આવે છે, એમ વાનખેડેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...