ધરપકડ:ડ્રગ્સની ફેક્ટરી ચલાવતા વકીલની મલાડથી ધરપકડ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોલ્હાપુરમાં પોતાના ફાર્મહાઉસમાં પોલ્ટ્રી અને ગોટફાર્મની આડમાં મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનું ઉત્પાદન કરતા વકીલની આખરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા મલાડથી ધરપકડ કરવામાં આવી છે. એડવોકેટ રાજકુમાર રાજહંસની ગુરુવારે સવારી મલાડથી ધરપકડ કરવામાં આવી છે.

સોમવારે પોલીસે મુંબઈથી 375 કિમી દૂર કોલ્હાપુરના ચાંદગડ તાલુકામાં રાજહંસના ફાર્મહાઉસ પર દરોડા પાડીને અહીં ડ્રગ્સનું ઉત્પાદન કરવાનું કારખાનું પકડી પાડ્યું હતું. આરોપી તેના સાગરીતોની મદદથી ફાર્મહાઉસમાં ડ્રગ્સ બનાવતો હતો અને ત્યાર પછી મુંબઈ તથા ઉપનગરોમાં તસ્કરોને વેચતો હતો.

પોલીસે આ કેસમાં ફાર્મહાઉસના કેરટેકર નિખિલ રામચંદ્ર લોહારની સોમવારે ધરપકડ કરી હતી. આ પૂર્વે પોલીસે મુંબઈથી ડ્રગ્સ તસ્કર ક્રિસ્ટિયાના ઉર્ફે આયેશાની 50 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. તેની માહિતીને આધારે પોલીસે કોલ્હાપુરમાં દરોડા પાડીને લોહારની ધરપકડ કરી હતી. ફાર્મહાઉસ ખાતેથી 38.7 કિલો કાચો માલ પકડી પાડ્યો હતો, જેમાંથી અંદાજે રૂ. 19.35 કરોડનું ડ્રગ્સ બનાવવાની યોજના હતી. ઉફરાંત 39 લિટર રસાયણ, અન્ય ઉપકરણો મળીને રૂ. 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...