તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મધ્ય રેલવેમાં ડ્રોન દ્વારા ગુનેગારો પર નજર રાખવાનું શરૂ કરાયું

મુંબઈ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • એક કેમેરો કાર્યરત કરવામાં આવ્યો અને બીજો ટૂંક સમયમાં સજ્જ થશે

મુંબઈ ઉપનગરીય રેલવે સ્ટેશનોની હદમાં ગુનેગારો પર નજર રાખવા માટે અને સાથે જ પાટા ઓળંગતા લોકો પર અંકુશ રાખવા મધ્ય રેલવેએ હવે ડ્રોન કેમેરાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. મધ્ય રેલવે સુરક્ષા દળે ઉપનગરીય માર્ગ પર એક ડ્રોન કેમેરો કાર્યરત કર્યો છે અને વધુ એક ડ્રોન કેમેરો ટૂંક સમયમાં સજ્જ કરવામાં આવશે.

મધ્ય રેલવેના કાફલામાં એક ડ્રોન કેમેરો છે. રેલવે યાર્ડમાં માલમત્તાની ચોરી થાય છે. યાર્ડમાં દરેક ઠેકાણે સુરક્ષારક્ષક નિમવો શક્ય નથી. સુરક્ષારક્ષકોનું કામ સહેલું કરવા માટે ડ્રોન કેમેરો ખરીદવામાં આવ્યો અને યાર્ડ પર દેખરેખ શરૂ કરવામાં આવી. આ ડ્રોન કેમેરાનો ઉપયોગ રેલવેની હદમાં ગુનેગારો પર નજર રાખવા કરી શકાય કે એનો વિચાર ચાલુ હતો.

આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવ્યા બાદ કલ્યાણ સ્ટેશનની હદમાં કેમેરો કાર્યરત કરવામાં આવ્યો. જે રેલવે સ્ટેશનોની હદમાં વધુ ગુનાઓ બને છે ત્યાં ડ્રોન કેમેરાઓ દ્વારા નજર રાખવામાં આવશે એમ મધ્ય રેલવે સુરક્ષા દળના વરિષ્ઠ વિભાગીય સુરક્ષા આયુક્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું. આ ડ્રોન કેમેરા દ્વારા ફોટા પણ પાડી શકાય છે. ઉપનગરીય સ્ટેશનોની હદમાં પાટાઓ પર અથવા પ્લેટફોર્મ નજીક ગુનો થાય અને ડ્રોન કેમેરામાં આ ઘટના રેકોર્ડ થાય તો સુરક્ષા દળના કર્મચારીને એક સ્ક્રીન પર એ દેખાશે. તેથી એ તરત સંબંધિત અધિકારી, કર્મચારીને એની માહિતી આપી શકશે.

પાટા ઓળંગનારાઓ પર અંકુશ
ઉપરાંત રેલવે હદમાં મોટા પ્રમાણમાં નાગરિકો પાટા ઓળંગે છે. તેથી અકસ્માત થવાનું જોખમ રહે છે. આવી ઘટનાઓ પર અંકુશ રાખવા માટે પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી શકાય. એમાં ફોટા પાડવામાં આવશે જેથી પાટા ઓળંગીને નિયમ તોડનારા લોકોને સરળતાથી પકડીને કાયદેસર કાર્યવાહી કરવી સહેલી થશે.

અકસ્માતો માટે પણ ઉપયોગી
ક્યારેક રેલવે અકસ્માત થાય તો એ ડ્રોન કેમેરામાં રેકોર્ડ થશે. એ પછી તરત મદદ પહોંચાડવી શક્ય થશે. ડ્રોન કેમેરાનો ઉપયોગ ફાયદાકારક થશે તો કેમેરાઓની સંખ્યા વધારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો