તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાપાલિકા એક્શનમાં:મહાલક્ષ્મી ધોબીઘાટમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહાપાલિકા દ્વારા જી સાઉથ વોર્ડના મહાલક્ષ્મી ધોબીઘાટ ખાતે નાગરિકોનાં ઘરો પર ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં મલેરિયા, ડેન્ગ્યુ સહિત વરસાદજન્ય બીમારીઓ ફેલાઈ રહી છે. આથી આ બીમારીઓના મચ્છરોનો ઉદભવસ્થાનો નાશ કરવાનું જરૂરી છે.

આથી મહાપાલિકા દ્વારા પહેલી જ વાર રૂ. 7.50 લાખના ખર્ચે ડ્રોન ખરીદી કરીને ઘરનાં છાપરાંઓ પર ગોઠવવામાં આવેલી તાડપત્રીઓમાં જમા થતાં પાણીમાં મચ્છરોના ઉદભવસ્થાનો પર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ધોબીઘાટ પછી લોઅર પરેલ વેસ્ટર્ન રેલવે વર્કશોપ, બોમ્બે ડાઈંગ મિલ ખાતે પણ ડ્રોન થકી જંતુનાશકોનો છંટકાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...